logo

*પોરબંદરમાં"માય ભારત" ના સેવકો દ્વારા દિવાળી નિમિત્તે સ્વચ્છતા અભિયાન*

પોરબંદર, તા.૨૯:“માય ભારત” ના સ્વયંસેવકો દ્વારા પોરબંદરમાં દિવાળી પર્વને અનોખી રીતે ઉજવવામાં આવ્યું છે. 28 થી 30 ઓક્ટોબર દરમિયાન, સ્વચ્છતા અને શહેરી પર્યાવરણના સંદર્ભમાં જનજાગૃતિ ફેલાવવા માટે પોરબંદરમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવાનું મહત્વ સમજાવવું અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યેના પ્રેરણાદાયક ભાવને જાગૃત કરવાનું હતું. પોરબંદરના વિવિધ વિસ્તારોમાં કચરાનું નિકાલ, જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી હતી.

“માય ભારત” ના સ્વયંસેવકોએ સાથે મળીને દુકાનો, રસ્તાઓ અને જાહેર સ્થળો પર સફાઈ કરી અને લોકોને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કર્યા. આ અભિયાન દ્વારા પોરબંદરના નાગરિકોને તેમના વિસ્તારને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

"માય ભારત" ના આ આયોજનથી દિવાળીના પર્વને મહત્ત્વનું એક અનોખું રૂપ મળી આવ્યું છે, જેનાથી દરેક નાગરિકમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અને સંકલ્પની ભાવના જગાડાઈ છે.


કેમેરા મેન : હાર્દિક જોષી
રિપોર્ટર : કશ્યપ જોષી

27
236 views