*સજીવન લાઇફ પ્રાઇવેટ લિમિટેડ અને બનાસ ડેરીના સહયોગથી ચાલતો પ્રોજેક્ટ હરિયાળું બનાસ અંતર્ગત સજીવન લાઇફ ટીમના સ્ટાફ માટે દિવાળીની શુભકામના પાઠવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું*
*સજીવન લાઇફ પ્રાઇવેટ લિમિટેડ અને બનાસ ડેરીના સહયોગથી ચાલતો પ્રોજેક્ટ હરિયાળું બનાસ અંતર્ગત સજીવન લાઇફ ટીમના સ્ટાફ માટે દિવાળીની શુભકામના પાઠવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.**દિવાળીના પાવન પર્વ પર સજીવન લાઇફ પ્રાઇવેટ લિમિટેડ સંસ્થાના હેડ નીતુબેન પટેલ અને બનાસકાંઠા પ્રોજેક્ટ હેડ આયુષીબેન ચતુર્વેદી તેમજ બનાસ ડેરીમાંથી આવેલ કાનજીભાઈ ચૌધરી, સજીવન લાઇફ બનાસકાંઠા પ્રોજેક્ટ મેનેજર શ્રી ભરતભાઈ સોલંકી, તથા બનાસકાંઠા જિલ્લા ફિલ્ડ કોઓર્ડીનેટર જગદીશભાઈ ચૌહાણ અને તાલુકા ઓફિસરો તેમજ ફિલ્ડ ઓફિસરો સાથે મળી દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમ વિશ્વની સૌપ્રથમ ગૌમુત્ર ડેરી પ્લાન્ટ કે જે ભાભર તાલુકાના અબાળા ગામે આવેલ છે ત્યાં યોજાયો હતો. ત્યાર બાદ જલારામ ગૌશાળામાં સજીવન લાઇફ ટીમ ના તમામ મિત્રો સાથે પરિવાર ભોજન લેવામાં આવ્યું હતું ત્યાર બાદ ગૌશાળાની વિઝીટ કરીને ગૌશાળા દ્વારા થતી સેવાની કામગીરી વિશે માહિતી લીધી હતી ત્યારબાદ સજીવન લાઇફના હેડ નીતુબેન પટેલ દ્વારા સ્ટાફની ચર્ચા કરવામાં આવી હતી. ત્યાંથી દુધવા ગૌશાળા ખાતે પોલોનીયા પ્રોજેક્ટ ચાલે છે ત્યાં નીતુબેન પટેલે બનાસકાંઠાના સ્ટાફ સાથે અને ડેરીના અધિકારી કાનજીભાઈ મુલાકાત કરી અને થયેલ કામગીરી નિહાળીને બધા મંત્રમુગ્ધ થયા.**આ ઉપરાંત સ્ટાફ મિત્રોને મીઠાઈ તેમજ ત્રાંબાની પાણીની બોટલ અને 2 ગ્લાસ ભેટ આપવામાં આવી. તમામ સ્ટાફે પણ સજીવન લાઇફ પ્રાઇવેટ લિમિટેડનો ખુબ ખુબ દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો અને બધાએ મળીને ખૂબ આનંદ ઉલ્લાસ કર્યો હતો.* અહેવાલ *ભાનુ શ્રીમાળી* *બનાસકાંઠા*