logo

सर्वेभ्यः शुभकामनाः। સર્વેભ્યઃ શુભકામનાઃ। યુવા પ્રકોષ્ઠ વરેણ્યં યુથ ગૃપ દ્વારા દીપોત્સવ પર્વ ની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી માટે યોજાયો.

सर्वेभ्यः शुभकामनाः। સર્વેભ્યઃ શુભકામનાઃ।

યુવા પ્રકોષ્ઠ વરેણ્યં યુથ ગૃપ દ્વારા દીપોત્સવ પર્વ ની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવા માટે
"*વૈષ્ણવજન તો તેને રે કહીએ જો પીર પડાઈ જાણે રે* ના વિચાર સાથે દીપાવલી પર્વ પર અલગ અલગ - વૃધ્ધાશ્રમ - નિરાશ્રિતો - પીડિતો ના સેવામાં નીચે મુજબ ના કાર્યક્રમ સંપન્ન કરવામા આવશે .
(૧) દર્દી ઓના સ્વાસ્થ્ય સંવર્ધન હેતુ
ધનતેરસ
ધન્વંતરિ પુજન - ગાયત્રી મહાયજ્ઞ
તારીખ :- ૨૯-૧૦-૨૪ મંગળવાર
સમય :- સવારે ૧૦ કલાકે
સ્થળ :-સરકારી આયુર્વેદ દવાખાનું
રાવપુરા (કારેલીબાગ )
બળવંતરાય નિસર્ગ
ઉપચાર કેન્દ્રમાં, દીપિકા
ગાર્ડન ની પાસે, પાણીની
ટાંકી વાળો રોડ
કારેલીબાગ વડોદરા
(૨) શ્રદ્ધેય ડો. પ્રણવ પંડ્યાજી નો
જન્મદિવસ
રુપ ચૌદશ- મહાયજ્ઞ દીપ યજ્ઞ
ગુરુદેવ ના વરદ પુત્ર આદરણીય શ્રદ્ધેય ડોક્ટર પ્રણવ પંડ્યાજી નો જન્મદિવસ ચેતના દીવસ પર સ્નેહ સુમન અર્પણ કરતા યુવા પ્રકોષ્ઠ - વરેણ્યં યુથ ગૃપ દ્વારા ચેતના દીવસ પાવન જન્મદિવસ રુપ ચૌદશ પર્વ પર વૃધ્ધાશ્રમ ઘાયજ પાદરા મા નિરાધાર વડીલો વૃધ્ધ માતા પિતા ઓ સાથે દીપોત્સ પર્વ ની ઉજવણી તેઓ ને નવા વસ્ત્રો અર્પણ કરીશુ સુમધુર સંગીત સાથે સ્વાદિષ્ટ ભોજન કરાવીશું સાથે, તેઓ ને આનંદ થાય, તેઓ ના ચહેરા ઉપર સ્મિત લાવવા પ્રયત્ન કરીશું
તેઓ સ્વસ્થ રહે સુખાકારી જીવન માટે દીપ યજ્ઞ ના માધ્યમથી વિષેશ આહુતિ અર્પણ કરી દીપોત્સવ ની ઉજવણી કરીશુ
તારીખ:- ૩૦ - ૧૦ - ૨૪, બુધવાર
સમય:- સવારે ૯.૩૦ કલાકે
સ્થળ :- જશોદા બા વડીલો નો
વિસામો
ઘાયજ પાદરા - વડોદરા
(૩) નિરાશ્રિતો ની સાથે દીપોત્સવ
દીપાવલી પર્વ
નિરાશ્રિતો ને મિષ્ટાન્ન સાથે ભોજન વસ્ત્ર અર્પણ કરીશુ અને ગીત સંગીત સાથે રમત ડાન્સ વિગેરે કરાવી તેઓ ની સાથે ભાવ સંવેદના ને જોડી અપનાપન ને સ્થાપિત કરવા પ્રયત્ન કરીશું
તારીખ:- ૩૧ - ૧૦ - ૨૪ - ગુરુવાર
સમય:- બપોર પછી ૪.૩૦ કલાકે
સ્થળ:- શેલ્ટર હોમ - અટલાદરા

નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરે......!!!

દીપોં કા યે પાવન ત્યોહાર, આપકે લિયે લાયે ખુશિયાં હજાર,
લક્ષ્મીજી વિરાજે આપકે દ્વાર, શુભકામનાએ હમારી કરે સ્વીકાર.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા
યુવા પ્રકોષ્ઠ - વરેણ્યં યુથ ગૃપ
શહેર સમન્વય સમિતિ
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ
આઈવરી ટેરેસ અલકાપુરી વડોદરા

1
2644 views