લવ જિહાદ એક સડયંત્ર, જિયાદ અને કાસમ હિંગોરજા બાદ અલ્તાફ લાખા, હજી કેટલા પન્ના ખુલશે.
લવજેહાદના અનેક કિસ્સાઓ વચ્ચે કચ્છમાં પોલીસ દફતરે ચડેલા એક કિસ્સાએ ભારે ચકચાર તો સર્જી છે પરંતુ સોસીયલ મિડીયાની આ જાળમાં કઇ રીતે યુવક યુવતીઓ ફસાય છે. તેની અનેક મહત્વપુર્ણ બાબતો પણ આ કિસ્સામાં ઉજાગર થઇ છે. ત્યારે મુંબઇ થાણેથી વધુ એક શખ્સ અલ્તાફ લાખાની આ મામલે પોલીસે ધરપકડ કરી છે. આમ કુલ ત્રણ વ્યક્તિઓની અત્યાર સુધી આ મામલે સંડોવણી સ્પષ્ટ થઇ છે.
લવજેહાદના કચ્છમા પ્રકાશમાં આવેલા કિસ્સાએ ભારે ચકચાર સર્જી છે. સાથે સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સામાં જેમ-જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ મહત્વના અને યુવાનોને વિચારતા કરી મુકે તેવી બાબતો સામે આવી રહી છે. તેવામા કાસમ હિંગોરજા અને જીયાદનો પરિચય કરાવવામાં મહત્વની ભુમિકા ભજવનાર વધુ એક શખ્સ અલ્તાફ લાખાની મુંબઇ થાણેથી તપાસ એજન્સીએ ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે. સમગ્ર બનાવની ટુંકમાં વાત કરીએ તો જીયાદ્ મુંબઇમાં રહેતી મુળ કચ્છી શગીરા સાથે ઓનલાઇન ગેમીંગથી પરિચય મેળવી હિન્દુ નામ સાથે પોતાની ઓળખ આપી શગીરા સાથે સંબધો બનાવ્યા હતા બાદમાં પોતે મુસ્લિમ હોવાનુ છતુ થયુ હતુ યુવકે સંબધો તુટ્યા બાદ ભોગ બનનારના ફોટા વાયરલ કરી તેને સામાજીક બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો જે ગુન્હો સાઇબર પોલીસ મથકે નોંધાયા બાદ પોલીસે જીયાદ તથા તેને મદદ કરનાર સામે કાર્યવાહી શરૂ કરી હતી. અગાઉ તપાસમાં જીયાદે 28 હિન્દુ તથા અન્ય યુવતીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હોવાની વિગતો સામે આવી હતી. તો ગોધરાના કાસમ હિંગોરજાએ મદદ કરતા તેની સામે પણ કાર્યવાહી કરાઇ હતી ત્યારે આ મામલે હવે વધુ એક ધરપકડ થઇ છે.
અલ્તાફ પણ રીયામાં છેતરાયો !
મુંબઇની ભોગ બનનાર શગીરા સાથે સંપર્ક તુટ્યા બાદ જેહાદ કચ્છમા લોકલ સંપર્ક શોધી રહ્યો હતો દરમ્યાન તે સોસીયલ મિડીયામાં સર્ચ કરતો હતો ત્યારે અલ્તાફ તેના ધ્યાને આવ્યો હતો. જેની મદદથી જ અલ્તાફ કાસમ હિંગોરજાના સંપર્કમા આવી ભોગ બનનારના ગામ સુધી પહોચ્યો હતો. અને વિગતો મેળવી હતી. જેથી અલ્તાફને પણ પોલીસ શોધી રહી હતી જેમાં હવે અલ્તાફ લાખા પણ પોલીસની ગીરફ્તમા આવ્યો છે. જેની વધુ પુછપરછ હાથ ધરાઇ છે. જો કે તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. જીયાદે અલ્તાફ સાથે સંપર્ક કઇ રીતે થયો તેની કાઇ અલગજ સ્ટોરી પોલીસને જણાવી હતી પરંતુ પોલીસે જ્યારે અલ્તાફની ધરપકડ કરી તેની પુછપરછ કરી તો સત્ય કઇક બીજુ જ સામે આવ્યુ છે.તપાસ કરનાર અધિકારી એમ.જે.ક્રિશ્ચયન એ જણાવ્યુ હતુ. કે અલ્તાફ લાખાનો સંપર્ક કરવા માટે જેહાદે જ રીયા નામ ધારણ કરી તેનો સંપર્ક કર્યો હતો અને બાદમાં વાતચીત કરતા તેને પોતાનુ નામ શના હોવાનુ કહ્યુ હતુ. અને તેનો ભાઇ જેહાદ તેની સાથે વાત કરશે તેવી વાત પણ કરી હતી પરંતુ હકિકતમાં જેહાદ એ જ રીયા બની યુવકનો સંપર્ક કરી આખો જાળ રચ્યો હતો જો કે બાદમાં અલ્તાફ સત્ય જાણી કઇ રીતે મદદ માટે તૈયાર થયો તે પોલીસ તપાસ કરશે પરંતુ જેહાદ સોસીયલ મિડીયાના માધ્યમથી સંપર્ક બનાવવામાં અને નેટવર્ક ઉભુ કરવામા માહેર હતો તે આ બાબત પરથી સ્પષ્ટ થાય છે.
કચ્છના ચકચારી લવજેહાદના કિસ્સાએ ભારે ચકચાર સર્જી છે. સાથે યુવાનો અને તેના માતા-પિતાને પણ અનેક બાબતો પર વિચારતા કર્યા છે. કેમકે પ્રેમના નામે આવી જેહાદી જાળ કઇ રીતે ગોઠવાઇ તેની સીલસીલાબંધ વિગતો તપાસ કરતા સામે આવી રહી છે. સમગ્ર બનાવના મુડમા સોસીયલ મિડીયાની મહત્વની ભુમિકા સામે આવી છે. ત્યારે કોઇ એક ધર્મ કે સમાજ નહી પરંતુ દરેકે સોસીયલ મિડીયાના સમજદારી પુર્વકના ઉપયોગ માટે આ કિસ્સો ટકોર કરી રહ્યો છે.જો કે ભોગ બનનાર પરિવારે દર્શાવેલી હિંમત બાદ તપાસમાં ખુલેલી વિગતો ચોંકવનારી છે.