logo

*પોરબંદર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું*


પોરબંદર તા.૨૫. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ઠક્કરના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની આગેવાની હેઠળ પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે.
સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ ઝુંબેશ અંતર્ગત પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના જુદા જુદા ગામોમાં કાના ઈન્ડિકા અને સ્પાઈડર લીલી વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું. કાના ઇન્ડિકા અને સ્પાઈડર લીલી વૃક્ષને ઉછેળવા માટે પાણીની વધુ જરૂર પડતી હોય છે. જે સ્થળોએ પાણી વધુ ભરાતું હોય તે જગ્યાએ કાના ઈન્ડિકા અને સ્પાઈડર લીલીનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

કેમેરા મેન હાર્દિક જોષી
રિપોર્ટર કશ્યપ જોષી

11
2921 views