બ્રેકિંગ ન્યુઝ *અમદાવાદના શહેરીજનો, દિવાળીના તહેવારમાં મોટા નામવાળી દુકાનોમાંથી મીઠાઈ ખરીદતા ચેતી જજો.*
હાલમાં જ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહેલ વિડીયો જોતા, અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં આવેલ, *બીકાનેરવાલા* મીઠાઈની દુકાનમાંથી એક ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલ મોંઘા ભાવની મીઠાઈમાંથી જીવતા કીડા નીકળવાની ઘટના સામે આવેલ છે. આ ગ્રાહકે આ કીડા વાળી મીઠાઈ દુકાનમાં પરત લઈ જઈને ભારે હંગામો મચાવ્યો હતો. અને દુકાન ખાતે ઉપસ્થિત અન્ય ગ્રાહકોને પણ, આ મીઠાઈ જાતે તોડી અને જાત તપાસ કરવા જણાવેલ. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહેલ છે કે, દુકાન ખાતે ઉપસ્થિત ગ્રાહકો પૈકી કેટલાક ગ્રાહકો દ્વારા, આ મીઠાઈ જાતે તોડવામાં આવતા *તેમાંથી કીડા ખદબદતતા સ્પષ્ટ દેખાઈ આવેલ હતા.* તહેવારોની સિઝનમાં, વાસી માવો, બનાવટી માવાવાળી તથા ભેળસેળયુક્ત મીઠાઈઓની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. આ બધાની વચ્ચે અમદાવાદના નેહરુનગર ખાતે આવેલ, બિકાનેરવાલા નામની અતિ પ્રતિષ્ઠિત મીઠાઈની દુકાનમાંથી મોંઘા ભાવની ખરીદેલ મીઠાઈમાંથી જીવતા કીડા નીકળવા તે ખૂબ જ આઘાત પ્રમાણે તેવી ઘટના છે. આ વિડીયો જોતા શેરીજનોએ મોંઘા ભાવની મીઠાઈ ખરીદતા અગાઉ તેની ગુણવત્તા અને તે મીઠાઈ સ્વાસ્થ્યપ્રદ છે કે કેમ તેની અચૂક ચકાસણી કરવી રહી. તેમજ સરકારના ફૂડ વિભાગ દ્વારા પણ આ બાબતની સત્યતાની ખરાઈ કરી દુકાનદાર સામે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ.*(આ ઘટનાના રિપોર્ટરને સોશિયલ મીડિયામાંથી પ્રાપ્ત થયેલ વીડિયોના આધારે રિપોર્ટિંગ કરવામાં આવેલ છે જેની નોંધ લેવી.)*રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ.