logo

ગુરુકુળ મહિલા કોલેજમાં આઈ.ક્યુ.એ.સી. ટર્મ એન્ડ ઇન્ટરફેસ મીટ યોજાઇ...

પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રાચાર્યશ્રી ડો. અનુપમભાઈ નાગરના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ આઈ.ક્યુ.એ.સી. ટર્મ એન્ડ ઇન્ટરફેસ મીટીંગ યોજાઇ. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આઈ.ક્યુ.એ.સી. ટીમના મેમ્બર શ્રી નરેન્દ્રસિંહ રાણા તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે આઈ.ક્યુ.એ.સી. ટીમના મેમ્બર્સ ડો. મિલનભાઈ વસાવડા, ડો. ઇલાબેન થાનકી, શ્રી દિલીપભાઈ દવે, તેમજ શ્રી સમીરભાઈ તેજુરા ઊપસ્થિત રહેલ. આ ઉપરાંત આઈ.ક્યુ.એ.સી. ટીમના નવા દાખલ થયેલા મહેમાન શ્રી ડો. સી. જી. જોશી સાહેબ પણ ઉપસ્થિત રહેલ. મીટીંગ ની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ કોલેજના ઉપાચાર્યા અને હોમ-સાયન્સ વિભાગના વડા પ્રો. રોહિણીબા જાડેજાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું. પછી કોલેજના પ્રાચાર્યશ્રી ડો. અનુપમભાઈ નાગરે તેમજ ઉપાચાર્ય પ્રો. રોહિણીબા જાડેજાએ સર્વે આઇ.ક્યુ.એ.સી મેમ્બર્સનું ગુરુકુળ પરંપરા પ્રમાણે સુતમાળાથી સ્વાગત કર્યું. ત્યારબાદ કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડો. અનુપમભાઈ નાગરે કોલેજની પ્રવૃત્તિઓ પર તૈયાર કરેલી એક ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી.
ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં કોલેજમાં થયેલી વિવિધ પ્રવૃત્તિઓ પર બનાવવામાં આવેલું ગુરુકુલ ટાઈમ્સ ન્યુઝ પેપરનું આઇ.ક્યુ.એ.સી મેમ્બર્સના હસ્તે વિમોચન કરવામાં આવેલું. પછી પ્રાચાર્યશ્રી ડો. નાગર સાહેબે પોતાની અનોખી કાવ્યાત્મક શૈલીમાં સર્વે આઇ.ક્યુ.એ.સી મેમ્બર્સ, નેકના સાત ક્રાઇટેરિયનના હેડ્સ, નેકના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી, દરેક વિભાગના અધ્યક્ષો તેમજ કોન્ટ્રાકચ્યુલ લેક્ચરર્સ, એડમીન સ્ટાફ ચતુર્થ વર્ગના કર્મચારીઓ વગેરેને નેકની અદભુત કામગીરી કરવા બદલ ફેલિસિટેશન લેટર ઉષ્મા વસ્ત્ર તેમજ મોમેન્ટો આપીને અભિવાદિત કરાયેલ. ત્યાર પછી સર્વે આઈકયુ એસી મેમ્બર્સ છે પણ ગદગદિત થઈ આ નેક ને સફળતાપૂર્વક પાર પાડનાર પ્રાચાર્યશ્રી ડો. નાગર સાહેબનું તેમજ નેકના કો-ઓર્ડીનેટર પ્રો. રોહિણીબા જાડેજાનું ઉષ્માવસ્ત્રથી સન્માન કરેલ. ત્યાર પછી કોલેજના હોમ સાયન્સ વિભાગના પ્રાધ્યાપિકા પ્રોફેસર શોભના બેન વાળાએ મનનીય પ્રતિભાવ આપેલ. બાદમાં આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી નરેન્દ્રસિંહ રાણાએ પ્રસંગોચિત ઉદબોધન કરેલ જેમાં તેઓએ કહેલું કે તેઓ ગુરુકુળની આ પ્રગતિ જોઈને ખુશ છે અને આવનારી નેકમાં પણ ગુરુકુળ મહિલા કોલેજ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને ઉત્તમોત્તમ ગ્રેડ મેળવશે. આ સાથે તેઓએ ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો. અનુપમભાઈ નાગર તેમજ તેમની સમગ્ર ટીમને બિરદાવી શુભેચ્છાઓ આપેલ. તેઓએ કહેલ કે જો ક્રિકેટ મેચમાં પણ કેપ્ટન કુશળ અને કાર્યદક્ષ હોય તો જ ટીમ મેચ જીતે છે અને આમ ગુરુકુળ મહિલા કોલેજના કેપ્ટન એટલે કે ડો. નાગર ખૂબ મહેનતથી કાર્યને પાર પડે છે અને દરેક ટીમ મેમબર્સને અનુકૂળતા મુજબ કાર્યની વહેચણી કરે છે, આમ તેઓએ સર્વે પ્રાધ્યાપકશ્રીઓ તેમજ પ્રાચાર્યશ્રીને બિરદાવેલ.

અંતમાં આઇ.ક્યુ.એ.સી કો-ઓર્ડીનેટર અને અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક ડો. અરફાતભાઈ સૈયદે સૌનું આભાર દર્શન કરેલ. કાર્યક્રમની પૂર્ણાહુતિ શાંતિપાઠથી કરવામાં આવી. આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. અદિતિ દવે દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના ઉપાચાર્ય પ્રોફેસર રોહિણીબા જાડેજા, અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડો. કેતકીબેન પંડ્યા, પ્રા. અદિતિબેન દવે, પ્રા. પારૂલબેન શુક્લા તેમજ વિદ્યાર્થીની પ્રતિનિધિઓ કુ. રાજી પરમાર, કુ. ખુશી જોષી, કુ. ભગવતી સુત્રેજા, કુ. દીના કારાવદરા, કુ. રેખા ભુતીયા વગેરેએ જહેમત ઉઠાવેલ.

30
2057 views