logo

સંતરામપુર ના માલણપુર પાટીયા ગામ પાસે સાંજના સમયે ઓટો રિક્ષા ને મોટર સાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત.

સંતરામપુર ના માલણપુર પાટીયા ગામ પાસે સાંજના સમયે ઓટો રિક્ષા ને મોટર સાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત.


સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 23 ઓક્ટોમ્બર 2024 ના રોજ ફતેપુરા તરફથી એક રિક્ષા ચાલક ફતેપુરા તાલુકાના ઝેર ગામેથી ગામના એક જ પરીવાર પાંચ સભ્યો સાથે એક બેન નો ડિલિવરી કેસ લઈ સંતરામપુર તરફ દવાખાને આવી રહ્યા હતા. અને તે દરમિયાન સાંજના સમયે સંતરામપુર તરફથી એક વ્યક્તિ પોતાની મોટર સાયકલ લઈ ભંડારા ગામે જવા માટે નીકળેલ હતા. તે દરમિયાન સંતરામપુર ના માલણપુર પાટીયા ગામ પાસે આ રિક્ષા ચાલક અને બાઈક ચાલક નો આમને સામને અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે જ બાઈક માં આગ લાગી હતી અને બાઈક ચાલક અને રિક્ષા ચાલક ના પાંચ વ્યક્તિઓ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં આ બનાવ બનતા સ્થાનિક રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વાહન ચાલક ના મુસાફરો ઉમટી પડયા હતા અને ૧૦૮ નો સંપર્ક કરી તાત્કાલીક ધોરણે તમામ વ્યક્તિઓનો બચાવ કરી સંતરામપુર સિવિલ હોસ્પીટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જેમાં ત્યાં સંતરામપુર સિવિલ હોસ્પીટલ માં ખસેડાતા સારવાર દરમિયાન બાઈક ચાલક જેઓ સંતરામપુર તાલુકાના ભંડારા ગામના રહેવાસી સુરેશભાઈ મોતીભાઈ માલીવાડ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. અને રિક્ષા ચાલક માં આવેલ પાંચ સભ્યો ફતેપુરા તાલુકાના ઝેર ગામના રહેવાસી જેઓ ભેમાંભાઇ નાથુભાઈ ડામોર ઉંમર 32 વર્ષ તથા જમનાબેન રંગજી ડામોર ઉમંર 30 વર્ષ તથા કૃષ્ણ માનસિંગ પાંડોર ઉંમર 20 વર્ષ તથા વનિતાબેન વિનોદ ભાઇ ડામોર ઉંમર 38 વર્ષ તથા ગંગાબેન રામજીભાઈ ડામોર ઉંમર 45 વર્ષ એમ એકજ કુટુંબ ના 5 સભ્યો ને પણ સંતરામપુર સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં આમાંથી ભેમાંભાઇ નાથુભાઈ ડામોર ઉંમર 32 વર્ષ તથા જમનાબેન રંગજી ડામોર ઉમંર 30 વર્ષ તથા કૃષ્ણ માનસિંગ પાંડોર ઉંમર 20 વર્ષ એમ 3 વ્યકિતઓને વધુ ગંભીર ઈજાઓ પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. અને બનાવનની જાણ સંતરામપુર પોલીસ ને તથા સંતરામપુર પોલીસે વધુ તપાસ આગળની હાથ ધરી છે.

2
3283 views