logo

ગાયત્રી પરિવાર દ્વારા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભોત્સવ સંસ્કાર યોજાયો.

ગાયત્રી પરિવાર દ્વારા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભોત્સવ સંસ્કાર યોજાયો.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ ગાયત્રી પરિવાર દ્વારા યુગઋષિના શુભ આશીર્વાદથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. દીપક પટેલ તથા ડો. જીનલબેન તથા સ્ટાફ મિત્રોના સહકારથી 35 જેટલી બહેનોનું ગર્ભદાન સંસ્કાર શરદપૂર્ણિમાના દિવસે યોજવામાં આવ્યો.
આવો ઘડે સંસ્કારવાન પેઢી અભિયાન પંચમહાલ ઉપજોનના ઉપ સંયોજક મીનાબેન સિસોદિયાની ટીમ દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા ભાવ ભર્યા વાતાવરણમાં સંપન્ન કર્યો હતો. મંગલદીપ પ્રગટાવી 24 ગાયત્રી મહામંત્રની ભાવનાત્મક ગાયત્રી મહામંત્ર આહુતિ આપવામાં આવી દરેક સગર્ભા બહેનોને યુગ સાહિત્ય આપવામાં આવ્યું. દર શુક્રવાર અને રવિવારે શાંતિકુંજ હરિદ્વારના વિડીયો સંદેશ સાથે જોડાવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો.
ડો. દીપક પટેલે દર વર્ષે આવા કાર્યક્રમ યોજવા જણાવ્યું શ્રીમતી મધુબેને 251 ગર્ભોત્સવ સંસ્કારની સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા માટે સંકલ્પિત બન્યા આ કાર્યક્રમમાં પંચમહાલ ઉપજોન સંયોજક શ્રી રામજીભાઈ ગરાસીયા ઉપસ્થિત રહી બહેનો આહાર,વિહાર અને વિચારમાં શુદ્ધતા લાવી ગર્ભસ્થ બાળક મહાન બને તેવા ગુણ, કર્મ અને સ્વભાવમાં પરિવર્તન કરવા યુગ સંદેશ પાઠવ્યો.
મહીસાગર જિલ્લાના વરિષ્ઠ ભાઈઓ બહેનોએ ગણવેશમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.ખાનપુર તાલુકા સંયોજક પંકજભાઈ પંચાલ,લાલજીભાઈ ખાંટ,અરવિંદભાઈ જોશી સિધ્ધરાજસિંહ સીસોદીયા,સવિતાબેન જોશી, નયનાબેન,કુસુમબેન વગેરેનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો.
અંતમાં લાલજીભાઈ ખાંટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
-અહેવાલ નિતીન ભાભોર મહીસાગર

2
1697 views