logo

Navratri Mohtsav -2024 - Garba are Organised and played in the Adhiyashakti Verai Khodiyar Mata (Hindu) Temple - (Atladara) in religious & Cultural manner - Since last 45 years.

*News Publishing* Date: 14/10/2024

*News Collected on* તા: ૧૧/૧૦/૨૦૨૪

*Photos captured on* તા: ૧૧/૧૦/૨૦૨૪

છેલ્લા ૪૫ વર્ષ થી આદ્યાશક્તિ મંદિર (અટલાદરા) માં વિના મુલીય રમાતા ગરબા - નવરાત્રી મોહત્સવ -૨૦૨૪

ગરબા ના મુખ્ય આયોજક - ગુરૂજી:- શ્રી મુકુંદભાઈ ચતુરભાઈ પટેલ તે વેરાઈ માતાજી અને શ્રી કૃષ્ણ ભગવાન, લાલજી મહારાજ સંસ્થાન, ના પૌરાણિક "આદ્યાશક્તિ મંદિર" ના મહંત અને સંચાલન કર્તા.

અટલાદરા - વડોદરા - ગુજરાત ના પ્રખિયાત - પરંપરાગત અને ધાર્મિક નવરાત્રી મહોત્સવ, ૨૦૨૪ ની ઉજવણી મંદિરના રોજિંદા પૂજા, અર્ચના, આરતી, ગીતાપાઠ, ભજનો વિગેરે માં ઉપસ્થિત રહેતા ભક્તો, શિષ્યો અને અનુયાયીઓ ના પરિવારજનો દ્વારા સ્વૈચ્છિક, વિના મુલ્યે, ભક્તિભાવ પૂર્વક, રીતે શ્રધ્ધા ના પ્રતીક માં દેવી અંબા (દુર્ગા) ની ભક્તિ, "શક્તિ" અને આરાધના હેતુ 'દેવી-સ્થાપના', શોભા, શણગાર, મંડપ, લાઇટિંગ, પૂજા, ધાર્મિક મૂલ્યો ની મહત્વતા અને માતા દૈવી અંબાજી માતા (દુર્ગા માતા) ની આરતી, પૂજા કરીને, પ્રાચીન પૌરાણિક પરંપરાગત ઠબે ધાર્મિક રીતે ગરબા ની ઉજવણી કરવામાં આવે છે. (છેલ્લા ૪૫ વર્ષ થી)

નવરાત્રી માં રાસ રમિયા પછી - ગુરુજી દ્વારા અંબે માતા ની આરતી કરવા માં આવતી હોય, અને રોજ મંદિર માં આવનારા બધા ખેલૈયાઓ ને એમના પરિવાર જનો ને ભોજન આપવામાં આવે છે એ પણ વિના મૂલ્ય અને એ ભોજન માટે કોઈ પૈસો લેવા માં આવતો નથી.

ગરબા ના છેલ્લા દિવસે બધા મંદિર માં આવેલા ભક્તો, ખેલૈયાઓ અને એમના પરિવાર જનો ને ગુરુજી અને ગુરૂમાતા ના હાથે - લુણી (ભેટ) આપવામાં આવે છે.

નવરાત્રી માં ખેલૈયાઓ ને ગરબા રમાડવાનું નું સ્થળ:
આદ્યાશક્તિ મંદિર, લાલજી મહારાજ સંસ્થાન, સન ફાર્મા રોડ, સંકેત હાઇટ્સ ની બાજુ માં, નાયરા પેટ્રોલ પંપ પહેલા, અટલાદરા વડોદરા ગુજરાત ૩૯૦૦૧૨.

News Reporter: Amit Vijay Gulrajani
(AIMA MEDIA)
Social Media Activist
Vadodara Gujarat

7
11217 views