
છેલ્લા ૪૫ વર્ષ થી આદ્યાશક્તિ મંદિર (અટલાદરા) માં વિના મુલીય રમાતા ગરબા - નવરાત્રી મોહત્સવ -૨૦૨૪
News (Related to Navratri Festival 2024) - From Vadodara Gujarat
Area: Atladara (Hindu Temple)
Media captured on Date: 11/10/2024.
અટલાદરા વિસ્તાર માં છેલ્લા ૪૫ વર્ષ થી આદ્યાશક્તિ મંદિર (અટલાદરા) માં વિના મુલીય,ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે રમાતા ગરબા - નવરાત્રી મોહત્સવ -૨૦૨૪
ગરબા ના મુખ્ય આયોજક ગુરુજી: શ્રી મુકુંદભાઈ ચતુરભાઈ પટેલ તે વેરાઈ માતાજી અને શ્રી કૃષ્ણ ભગવાન, લાલજી મહારાજ સંસ્થાન, ના પૌરાણિક *આદ્યાશક્તિ મંદિર* ના મહંત અને સંચાલન કર્તા.
અટલાદરા વિસ્તાર ના - આ પરંપરાગત અને ધાર્મિક નવરાત્રી મહોત્સવ, ૨૦૨૪ ની ઉજવણી મંદિરના રોજિંદા પૂજા, અર્ચના, આરતી, ગીતાપાઠ, ભજનો વિગેરે માં ઉપસ્થિત રહેતા ભક્તો, શિષ્યો અને અનુયાયીઓ ના પરિવારજનો દ્વારા સ્વૈચ્છિક, વિના મુલ્યે, ભક્તિભાવ પૂર્વક, રીતે શ્રધ્ધા ના પ્રતીક માં દેવી અંબા (દુર્ગા) ની ભક્તિ, "શક્તિ" અને આરાધના હેતુ 'દેવી-સ્થાપના', શોભા, શણગાર, મંડપ, લાઇટિંગ, પૂજા, ધાર્મિક મૂલ્યો ની મહત્વતા અને માતા દૈવી અંબાજી માતા (દુર્ગા માતા) ની આરતી, પૂજા કરીને, પ્રાચીન પૌરાણિક પરંપરાગત ઠબે ધાર્મિક રીતે ગરબા ની ઉજવણી કરવામાં આવે છે. (છેલ્લા ૪૫ વર્ષ થી)
- નવરાત્રી રમિયા પછી રોજ બધા મંદિર માં આવનારા ખેલૈયાઓ ને એમના પરિવાર ને ભોજન આપવામાં આવે છે એ પણ વિના મૂલ્ય અને એ ભોજન માટે કોઈ પૈસો લેવા માં નઈ આવતો.
- ગરબા ના છેલ્લા દિવસે બધા મંદિર માં આવેલા ભક્તો, ખેલૈયાઓ અને એમના પરિવાર જનો ને લુણી (ભેટ) આપવામાં આવે છે.
ગરબા નું સ્થળ: આદ્યાશક્તિ મંદિર, લાલજી મહારાજ સંસ્થાન, સન ફાર્મા રોડ, સંકેત હાયટ્સ, અટલાદરા વડોદરા ગુજરાત ૩૯૦૦૧૨.
News Reporter
Amit Vijay Gulrajani
Vadodara Gujarat