logo

કચ્છ ભૂજ તાલુકાના વરલી ગામે મામા દેવ ના સેવક મહંત શ્રી ૧૦૮ પ્રેમ નંદ ગિરી મહારાજ આજ રોજ હાવનાષ્ટમી ના દિવસે હોમ હવન કર્યો ..

ભુજ તાલુકાના વરલી ગામે મામા દેવ ના સેવક મહંત શ્રી ૧૦૮ પ્રેમ નંદ ગિરી મહારાજ એ નવરાત્રી દરમિયાન નવલા નોરતાની અનોખી રીતે સ્થાપના કરી. મહંત શ્રી ૧૦૮ પ્રેમ નંદ ગિરી મહારાજ એ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી મીઠા ની પથારી ઉપર બેસી ને મૌન વ્રત રાખે છે અને સાથે નવ દિવસ સુધી
અન્ન પાણી નું ગ્રહણ ન કરવું અને એક જ પથારી ઉપર બેસવું આવી રીતે કઠિન વ્રત અને ઉપવાસ રાખી ને અનુષ્ઠાન કરે છે અને ત્યાર બાદ હવનાષ્ટમી ના દિવસે હોમ હવન ની ધાર્મિક વિધિ પૂર્ણ કરી ને તેમના વ્રત ની પૂર્ણાહુતિ કરવામા આવે છે. મહંત શ્રી એ જણાવ્યું હતું કે છેલ્લા પચીસ વર્ષ થી તેઓ મામા દેવ ની ભક્તિ અને પૂજા પાઠ કરે છે અને દર ગુરુવારે શ્રદ્ધાળુઓ મામા દેવ ના દર્શન કરવા આવે છે આ જગ્યા વીર માંગળા વાળા મામા દેવ ધામ વરલી થી ઓળખાય છે નવરાત્રી દરમિયાન છેલ્લાં દિવસે મામા દેવ ના ભાવિકો દર્શન કરવા આવે છે અને સાથે સમૂહ ભોજન પણ કરવા માં આવે છે. આ પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે ધર્મગુરુ શ્રી હીરજી માતંગ (શાળાઉ વાળા), શ્રી મેઘજી માતંગ રતન મતિયા દેવ ના સેવક(કુકમા), મહંત શ્રી ૧૦૮ રામગિરિ મહારાજ ત્રિકમદાસ આશ્રમ કુકમા, અને કાનજી ભાઈ મહેશ્વરી,નારણ ભાઇ મહેશ્વરી, પચાણભાઈ મકવાણા, મામા દેવ સેવક ગણ અને વરલી ગામનાં લોકો તેમજ આજુબાજુ થી આવેલા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને આ ધાર્મિક કાર્ય માં લાભ લીધું હતું. વિશેષ માં મહંત શ્રી ૧૦૮ પ્રેમ નંદ ગિરી બાપુએ જણાવ્યું હતું કે સાત માસ અગાઉ એટલે કે શિવરાત્રી ના તેમને ૧૦૮ ની પદવી જગત ગુરુ શ્રીમહેન્દ્રા નંદ ગિરી મહારાજ ના હસ્તક મુચકુંદ ગુફા જૂનાગઢ માં ધાર્મિક વિધિ કરી ને કાયદેસર રીતે ૧૦૮ ની પદવી આપવામાં આવેલ છે.
✍🏻 નરસિંહ મહેશ્વરી
કોટડા ચકાર
ભુજ કચ્છ

58
5354 views