
કચ્છ ભૂજ તાલુકાના વરલી ગામે મામા દેવ ના સેવક મહંત શ્રી ૧૦૮ પ્રેમ નંદ ગિરી બાપુએ નવરાત્રી દરમિયાન નવલા નોરતાની અનોખી રીતે સ્થાપના કરી..
કચ્છ ભૂજ તાલુકાના વરલી ગામે મામા દેવ ના સેવક મહંત શ્રી ૧૦૮ પ્રેમ નંદ ગિરી બાપુએ નવરાત્રી દરમિયાન નવલા નોરતાની અનોખી રીતે ઉપાસના કરી છે. મહંત શ્રી ૧૦૮ પ્રેમ નંદ ગિરી બાપુ કચ્છના વરલી ગામના જ છે આ ગામમાં વીર માંગળા વાળા મામા દેવ નું મંદિર આવેલ છે જયાં દર ગુરુવારે હજારો શ્રદ્ધાળુઓ મામા દેવ ના દર્શન કરવા આવે છે અને એમની મનોકામનાઓ પૂરી થાય છે. છેલ્લા પચીસ વરસ થી મામા દેવની સેવા પૂજાપાઠ કરતા મહંત શ્રી ૧૦૮ પ્રેમ નંદ ગિરી બાપુએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન તેઓ નવ દિવસ સુધી મીઠાની પથારી ઉપર બેસી ને નવરાત્રિ ની સ્થાપના કરે છે એટલું જ નહી નવ દિવસ સુધી અન્નજળ નો ત્યાગ કરી અને મૌન વ્રત રાખે છે અને હવનાષ્ટમી ના દિવસે હોમ હવન અને યજ્ઞ કરે છે ત્યાર બાદ નવમા નોરતે વ્રતની ધાર્મિક કાર્ય કરી ને પૂર્ણાહુતિ કરવામા આવે છે તયારે મામા દેવ ના સેવક સંઘ અને ભાવિકો દર્શન કરવા આવે છે વિશેષ માં મહંત શ્રી ૧૦૮ પ્રેમ નંદ ગિરી બાપુએ જણાવ્યું હતું કે કચ્છ નું વરલી ગામ એકતા નુ કેન્દ્રિત છે જ્યાં કોઈ પણ પ્રકારનું જાતિ ગત ભેદભાવ રાખવામા આવતું નથી અને બધી સમાજ ના લોકો હળીમળી ને ચાલે છે..
✍️ નરસિંહ મહેશ્વરી
કોટડા ચકાર
ભુજ કચ્છ