સજીવન લાઇફ દ્રારા વધુ એક કદમ હરિયાળું બનાસ ની ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે......
સજીવન લાઇફ દ્વારા હરિયાળું બનાસ પ્રોજેક્ટ અંતર્ગત ઘણા પ્રોજેક્ટ ચાલે છે તેમાનો જ એક પ્રોજેક્ટ એટલે કે બાયોગેસ.
જેમાં પશુપાલક પાસેથી ફક્ત 11990/- જેટલા નજીવા દરે બાયોગેસ યુનિટ લગાડી આપવામાં આવે છે અને એટલું જ નહિ, પણ આ બાયોગેસ યુનિટ સાથે બલૂન ની 10 વર્ષ ની વોરંટી પણ આપવામાં આવે છે, યુનિટ માં દરરોજનો 3 થી 4 કલાક ચાલે એટલો બાયોગેસ ઉત્પન્ન થાય છે અને સાથે સાથે અંદાજિત 200 લીટર જેટલી સ્લરી પણ નીકળે છે જેનો ખેતરમાં સીધો ઉપયોગ કરી શકાય છે, આ સિવાય જે કોઈ પશુપાલક પાસે 5 કરતા વધુ પશુ હોય અને દરરોજ નું 50 કિલો કરતા વધુ છાણ એકત્રિત થતું હોય તો તેઓ આ કરતા મોટું યુનિટ પણ લગાવી શકે છે,ગુજરાત મા બનાસકાંઠા, જામનગર અને આણંદ જિલ્લામાં માં પણ ખૂબ મોટા પ્રમાણમાં બાયોગેસ ઇન્સ્ટોલેશન નું કામ સજીવન લાઇફ દ્વારા થઈ રહ્યું છે. જો આપ પણ આ યુનિટ લગાવવા માટે ઇચ્છુક હોય તો આપેલ નંબર પર સંપર્ક કરી વધુ જાણકારી તેમજ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
સજીવન લાઈફ પ્રા. લી., ડીસા
આનંદકુમાર જાની (બાયોગેસ યુનિટ પ્રોજેક્ટ મેનેજર ) - 87350 59523
અહેવાલ
ભાનુ શ્રીમાળી
(બનાસકાંઠા)
દાંતીવાડા