logo

હરિયાળું બનાસ માટે અતિ મહત્વપૂર્ણ ઓર્ગેનિક સર્ટિફિકેશન પ્રોજેક્ટ ની સજીવન લાઇફ દ્રારા અભૂતપૂર્વ સફળતા....

*હરિયાળું બનાસ માટે અતિ મહત્વપૂર્ણ ઓર્ગેનિક સર્ટિફિકેશન પ્રોજેક્ટની સજીવન લાઇફ દ્વારા અભૂતપૂર્વ સફળતા.*

સજીવન લાઇફ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હરિયાળુ બનાસ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને બનાસડેરીના સહયોગથી ઘણા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેના ભાગરૂપે જિલ્લામાં ઓર્ગેનિક સર્ટિફિકેશન પ્રોજેક્ટ હેઠળ જિલ્લાના 6 તાલુકા જેમાં દિયોદર, દાંતીવાડા, અમીરગઢ, ભાભર, લાખણી, થરાદ તાલુકાના 6000 જેટલા ખેડુતોના સર્વેની કામગીરી સજીવન લાઇફના સ્ટાફ દ્વારા થઇ ગયેલ છે. આગામી સમયમાં ગુજરાત સરકાર માન્ય સર્ટિફિકેશન એજન્સી ગોપકામાં ICS ની રચના કરીને ખેડુતોના સર્ટિફિકેશનની આગળની પ્રોસેસ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેડુતોને ઓર્ગેનિક સર્ટિફિકેશન પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક કૃષિ અને NPOP ધારાધોરણો ની તાલીમ પણ આપવામાં આવશે. આ તકે જિલ્લાના ખેડૂતોમાં પણ આનંદ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અહેવાલ
ભાનુ શ્રીમાળી
બનાસકાંઠા
(દાંતીવાડા)

59
7750 views