logo

ભુજ તાલુકાના કોટડા આથમણા ખાતે મહાત્મા ગાંધીજી ની જયંતિ નિમિત્તે ગ્રામ સભા યોજાઈ..

ભુજ તાલુકાના કોટડા આથમણા ગામે તા: 2/9/2024 મહાત્મા ગાંધીજી ની જયંતિ નિમિત્તે ગ્રામ સભા યોજવામાં આવી હતી જેમાં મુખ્ય ઉપસ્થિત સિંચાઇ વિભાગ ના અધિકારી સાહેબ શ્રી ધર્મેશભાઈ મહેશ્વરી એ સાફ સફાઈ તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગામમાં દરેક નાગરિક ને પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવો જોઈએ અને કચરો જ્યાં ત્યાં ન ફેંકવું જોઇએ જેથી આરોગ્યને કોઈ નુકશાની ન થાય તેમજ વિશેષ માં જણાવ્યું હતું પણ ગામનો કોઈ પણ વ્યક્તિ જ્યારે બજારમાં કંઈ માલ સામાન કે શાકભાજી ખરીદવા જાય તયારે પોતાના ઘરેથી કપડાની થેલી કે બેગ લઈ જવી જોઈએ તેવું શ્રી ધર્મેશભાઈ મહેશ્વરી એ સરપંચશ્રી તથા ગ્રામ જનો ને સમજણ આપી હતી. તેમજ કોટડા આથમણા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કર્મીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. અને આ ગ્રામ સભા માં કોટડા આથમણા ના સરપંચશ્રી નર્મદાબેન એમ. પટેલ, ન્યાયસમિતિના ચેરમેન શ્રી કાન્તાબેન નરસિંહ મહેશ્વરી, સદસ્ય શ્રી હંસાબેન ભીમજી મહેશ્વરી તથા તલાટી મંત્રી શ્રી જિજ્ઞાસા બેન દેસાઈ અને ગ્રામ જનો હાજર રહ્યા હતાં .
✍️ નરસિંહ મહેશ્વરી
કોટડા ચકાર
ભુજ કચ્છ..

158
13945 views