માધાપર ખાતે નારી શક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા આયોજિત પ્રિ- નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું ગરબામાં 200 મહિલાઓએ 20 ગ્રુપ સાથે ભાગ લીધો
માધાપર ખાતે નારી શક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા આયોજિત પ્રિ- નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું ગરબામાં 200 મહિલાઓએ 20 ગ્રુપ સાથે ભાગ લીધો
માધાપર નારી શક્તિ મહિલા મંડળ આયોજિત પ્રિ - નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન માધાપરના સરસ્વતી વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. નારી શક્તિ મહિલા મંડળના સ્થાપક તુષારીબેન વેકરીયાએ સૌ મહેમાનોને આવકાર્યા હતા. કાર્યક્રમમાં ૧-૨ નંબર ના ઇનામ ના દાતા તરીકે નીતાબેન વિનોદભાઈ સોલંકી તથા વેલ ડ્રેસ તેમજ જનરલ રાઉન્ડ ના ઇનામો મંડળ દ્વારા આપવામાં આવ્યા
અતિથી વિશેષ શ્રી કૌશલ્યાબેન માધાપરિયા, નિર્મળાબેન મહેશ્વરી દરેક જ્ઞાતિના મહિલા મંડળ ના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા તુષારીબેન વેકરીયાએ જણાવ્યું મંડળ નું મુખ્ય ઉદ્દેશ દરેક વર્ગ ની દરેક જ્ઞાતિ ની બહેનો કાર્યક્રમોમાં જોડાઈ શકે તેમ જણાવ્યું હતું. માધાપર ખાતે યોજાયેલા આ પ્રિ- નવરાત્રિ ગરબા ઉત્સવમાં જુદી જુદી જ્ઞાતિઓની ૨૦૦ મહિલાઓએ ૨૦ ગ્રુપ સાથે તેમજ જનરલ રાઉન્ડ મા ૧૦૦ થી વધારે બેનો ભાગ લીધો હતો, દરેક ગ્રુપમાંથી ત્રણ વિજેતા બહેનોને ઇનામ આપવામાં આવ્યા હતા કુલ મળીને ૬૫ ઇનામો આપવામાં આવ્યા હત આ રાસ-ગરબાના આયોજનમાં બહોળી સંખ્યામાં મહિલાઓ લગભગ ૩૫૦ થી વધારે બેનો હજાર રહી મનમૂકીને ગરબાનો આનંદ માણ્યો હતો. નિર્ણાયક તરીકે માધવીબેન શાહ, ધુતિબેન સોમપુરા રહ્યા હતા જાગૃતીબેન જોશી, બિંદીયા ગોર, પ્રીતિ પિત્રોડા, પૂનમ આચાર્ય, દયાબેન કાપડિયા, હેતલ કાંનડે, કવિતા ચૌહાણ, ગીતાબેન ગોર, વર્ષાબેન ઉમરાણીયા, વ્યવસ્થા સંભાળી હતી. વર્ષ દરમિયાન 10 થી 12 કાર્યક્રમો થાય છે ત્રણ કાર્યક્રમ બધી જ બહેનો સાથે સાથે જીવ દયા ની પ્રવૃત્તિ દાતાશ્રી ના સંયોગથી મંડળ દ્વારા કરવામાં આવે છે કાર્યક્રમનું સંચાલન ઉપાબેન મચ્છર ચાંદની બેન ઠક્કર દ્વારા સંભાળવામાં આવ્યું હતું._