રિપોર્ટર, શાહિદ મકવાણા
રાજકોટ ગુજરાત,
ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીનો પ્રારંભ
ગણેશ જાડેજા BJP તરફથી ચૂંટણીના મેદાને
નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ રહી છે તેમનું મતદાન અત્યારે શરૂ થઈ ગયેલું છે ત્યારે આમની અંદર લગભગ 23 ઉમેદવાર મેદાને છે,
11 ડિરેક્ટરની જગ્યા ખાલી પડી છે તેમના માટે ચૂંટણી યોજાઈ રહી છે,
23 ઉમેદવાર મેદાને છે અને મતદાન અત્યારે શરૂ થઈ ગયું છે,
ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ઉમેદવાર જેલમાંથી ચૂંટણી લડે છે,
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા ના પુત્ર ગણેશ જાડેજા હાલ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે,
મતદાનની શરૂઆત થઈ ગઈ છે તેમાં 23 ઉમેદવારે ફોર્મ ભર્યા છે તેમાંથી 11 ઉમેદવાર ભાજપની પેનલના છે અને 11 ઉમેદવાર ગોંડલ સહકારી બેંક સમિતિના છે અને એક ઉમેદવાર અપક્ષના છે, એટલે આ વખતે ખરાખરીના ખેલ જોવા મળી શકે તેમ છે,
મતદાન મથકે મત દેવા માટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા અને તેમની સાથે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા એ કર્યું મતદાન,
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા એ ગણેશભાઈ જાડેજા ની જીતનો દાવો કર્યો.