ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર દ્વારા પીબીટીસી જગાપુરા માં ૨ લાખ ૫૧ હજાર નું દાન આપવામાં આવ્યું.
આજ રોજ વડનગર તાલુકાના જગાપુરા ગામ ખાતે ઠાકોર સમાજનો શૈક્ષણિક માર્ગદર્શન સેમીનાર યોજાયો જેમાં અધ્યક્ષ સ્થાને ઠાકોર સેના અધ્યક્ષ અને ગાંધીનગર ધારાસભ્યશ્રી અલ્પેશજી ઠાકોર તથા પૂર્વ રાજ્યસભા સાંસદશ્રી નટુજી ઠાકોર મહેસાણાએ હાજરી આપી સાથે ઊંઝા વિધાનસભા ધારાસભ્યશ્રી કિરીટભાઇ પટેલ તથા ખેરાલુ ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરી તથા મહેસાણા જિલ્લા પંચાયત સદસ્ય કેશુભાઈ પટેલે હાજરી આપી તથા સમાજના આગેવાનો એવા બારપરા ઠાકોર સમાજ આગેવાન દીનેશજી ઠાકોર , ઉદાજી ઠાકોર, વડનગર નગર પાલિકા આગેવાનશ્રી કાનાજી ઠાકોર, ઘેમરજી ઠાકોર હાજર રહ્યા તથા સમાજના આગેવાનો અજમેલજી, હપુજી અને ઠાકોર સેનાના હોદ્દેદારોએ હાજરી આપીઆજના કાર્યક્રમમાં ઠાકોર સમાજના શૈક્ષણિક કાર્યોમાં હંમેશા રસ ધરાવતા અલ્પેશજી ઠાકોર દ્વારા સમાજના શિક્ષણ ની વ્યસનમુક્તિની અને ગાંધીનગરમાં સમાજના શૈક્ષણિક ધામ બનાવવાની વાત કરવામાં આવીજેમાં વડનગર કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ રણજીતસિંહ રાઠોડ તથા તારકભાઇ ઠાકોર વિસનગર દ્વારા સમાજના શિક્ષણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમનું પૂર્વ ભરતી ટ્રેનિંગ સેન્ટર જગાપુરા દ્વારા આયોજન કરવામાં આવેલ જ્યાં સમાજના યુવાનો બહેનો ને છેલ્લા ૧૫ વર્ષ થી ફ્રી પોલીસ, પીએસઆઈ, ફોરેસ્ટ, આર્મી જેવી ભરતીઓની ટ્રેનિંગ અને ક્લાસિસની સેવા આપવામાં આવે છે અહિયાં સંસ્થાની કમિટી અને ગામના સરપંચ શ્રી આર.સી.ઠાકોર અને ગામના આગેવાનો દ્વારા પૂરો સાથ સહકાર આપવામાં આવે છે.