સંતરામપુર તાલુકા ના નરસીંગપુર ગ્રામ પંચાયતની સરાહની કામગીરી.
નરસીંગપુર ગ્રામ પંચાયતની સરાહની કામગીરી
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ચારે કોર સર્વત્ર વરસાદ થતા આજુબાજુના નદી નાળા તળાવો દરેકે છલકાઈ ગયેલા હોય ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. સંતરામપુર તાલુકાને અડીને આવેલ નરસિંગપુર ગામમાં થઈ પસાર થતી સુકી નદી કેટલાય વર્ષોથી સૂકી જ હતી પરંતુ ચાલુ સાલે સારો એવો વરસાદ થતાં સુકી નદીમાં નીર આવ્યા એટલે ખેડૂતોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બેણદા કમળિયા નરસિંગપુર ગામોને સંતરામપુર સાથે જોડતો ડુબક પુલ આ સૂકી નદી પર આવેલ હતો જે ડુબકપુર આ વરસાદની અંદર ધોવાણ થતા નરસિંગપુર ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે જીસીબી દ્વારા ચાલુ પાણીએ ચાલુ નદીએ ચાલુ વરસાદે ડુબક પુલને મારામત કરવાની કામગીરી હાથ ધરી ખરેખર જનસેવા નું કાર્ય નરસીંગપુર ગ્રામ પંચાયત દ્વારા થઈ રહેલ છે તે સરાહનીય છે.