logo

દબંગ સ્ટાઈલ માં દારૂ નો જથ્થો પકડી પાડતી જાંબુઘોડા પોલીસ

આજરોજ જાંબુઘોડા ના પી.એસ.આઇ ચુડાસમા ને બાતમી મળેલ હતી કે જબાણ ગામના અનિલભાઈ પોપટભાઈ રાઠવા પોતાની કાળા કલરની થાર ગાડી માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જંથૌ ભરી નારુકોટ ગામ થઈ જબાણ તરફ જવાનો છે જેથી જાંબુઘોડા પી.એસ.આઇ તથા સ્ટાફ નારુકોટ ગામે નાકાબંધી કરતા નાકાબંધી તોડી પોતાની ગાડી જબાન ગામ થઈ કેસરપુરા જતા ડુંગરના કાચા રસ્તે તેની ગાડી ભગાડેલ અને ત્યાંથી તે પોતાની ગાડી યુ ટર્ન લઈ પૂર ઝડપે ગાડી લઈને ફરીથી જબાણ ગામ તરફ જઈ ભાટના ઇકો ટુરીઝમ વાળા રસ્તે થઈ જંડ હનુમાન તરફ જવાના જંગલના રસ્તે ગાડી ભગાડી જંગલમાં છુપાઈને વિદેશી દારૂ ઉતારી રહ્યો હતો અને પોલીસ જે આ જ ગાડી પાછળ જીવ સટોસટ નો ખેલ ખેલીને આ ગાડી પાછળ હતી પરંતુ જંગલમાં ગાડી છુપાઈ જતા પોલીસ વિમાસનમાં મુકાઈ હતી પરંતુ જાંબુઘોડા કાબેલ અને હોશિયાર એવા પીએસઆઇ પીઆર ચુડાસમા એ ટાયરના નિશાન ઉપરથી ગાડી જંગલમાં પહોંચતા બુટલેગર પોલીસની ગાડી જોઈ જતા તે ગાડીમાં બેસીને પુર ઝડપે ગાડી ભગાડી કેવા, રતનપુર, ભગવાનપુરા, સુર્યા ઘોડા, થી હાઇવે ના રસ્તે ડભોઇ ચોકડી થી વાઘોડિયા તરફ જઈ માલુ ગામ, રુસ્તમ પુરા, 25 ગામ, થઈ કંબોઈ ગામમાં એક મકાનની આળમાં થાર ગાડીને હંકારીને લઈ જઈ ત્યાં પોતાની ગાડી મૂકીને જંગલના જાડી જાખરા નો લાભ લઈને ભાગી ગયો અને ગાડીમાંથી તથા જંગલમાંથી વિદેશી દારૂ મળી આવ્યો
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ આમ જાંબુઘોડા પોલીસે ઠાર ગાડીનો સતત ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડેલ છે માલની વિગત નીચે મુજબ છે
આરોપીનું નામ અનિલભાઈ પોપટભાઈ રાઠવા રહે. જબ્બાન તાલુકો. જાંબુઘોડા જિલ્લો. પંચમહાલ
(૧) ગોવા વિસ્કી 180 મિલીના પ્લાસ્ટિકના ક્વાર્ટરીયા કુલ 432 નંગ જેની કિંમત 49680
(૨) 500 મિલી ના માઉન્ટન 6000 સુપર સ્ટ્રોંગ બિયર ફુલ 144 ટીન બિયરની કુલ કિંમત 15840
(૩) 500 મિલી ના કિંગફિશર બીયર કુલ નંગ 120 જેની કિંમત 18600
(૪) મહિન્દ્રા કંપનીની ઠાર ગાડી આશરે પાંચ લાખ (5,00000)
આમ બોટલ નંગ 696 જેની કિંમત 84,120 મળી કુલ 5,84,120 નો મુદ્દા માલ જાંબુઘોડા પોલીસે કબજે કરેલ છે

0
8 views
1 comment