મણીભદ્ર પાંજરાપોળ માં દીપડો ઘૂસી જતા ગામમાં ભયનો માહોલ
જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ખાતે આવેલ મણિભદ્ર પાંજરાપોળ ખાતે દીપડો દેખાતા પાંજરા ગોઠવવામાં આવ્યા જાણવા મળતી માહિતી મુજબ જાંબુઘોડા તાલુકામાં દીપડાઓ રાત્રિના સમયે નીકળી પડતા હોય છે થોડા દિવસ પહેલા ખાખરીયા ખાતે બે મૂંગા પશુઓનું મરણ કરેલ હતું અને ખાખરીયા ખાતે પાંજરું ગોઠવાતા દીપડો દેખાવાનું બંધ થઈ ગયેલ હતા થોડા સમય બાદ રાત્રિના સમયે દીપડો દેખાતા પાંજરાપોળના સંચાલક દ્વારા જાંબુઘોડા ખાતે આવેલ ફોરેસ્ટ ઓફિસ ખાતે આરએફઓ સાહેબ એસ.પી રાઉલજીને જાણ કરતા તાત્કાલિક વન્ય કર્મચારીઓ દ્વારા પાંજરા ગોઠવવામાં આવેલ છે અને દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવેલ છે આ પાંજરાપોળમાં 100 જેટલા પશુઓ છે પરંતુ કોઈ પશુને નુકસાન પહોંચાડેલ નથી તેવું સંચાલક દ્વારા જાણવા મળી રહ્યું છે આ ઘટનાની જાણ થતા ગ્રામ્ય વિસ્તારમાં ભારે ભયનો માહોલ ફેલાવવા પામ્યો છે અને રાત્રિના સમયે પ્રજા બહાર જવાનું ટાળી રહી છે