logo

જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ગામે પકડાયો દારૂ નો જથ્થો

જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ગામે જાંબુઘોડા પોલીસ દ્વારા નાકાબંધી કરી દારૂનો જથ્થો પકડી પાડ્યો આજરોજ જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ પીઆર ચુડાસમા ને અંગત બાતમી મળતા બાતમીના આધારે એક ઈસમ scorpio ગાડી નંબર જીજે23d 9990 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી આવતા ખાખરીયા ગામના સુખી નદીના પુલ ઉપર નાકાબંધી કરીને બાતમી વાળી ગાડી આવતા એને રોકી હેરાફેરી કરનાર ઈસમ ને પકડી પાડી ગાડીમાં ચેક કરતા એમાંથી નીચે મુજબનો વિદેશી દારૂ મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આરોપીનું નામ જીતેન્દ્ર વિનુભાઈ પરમાર ઉંમર વર્ષ 34 રહેઠાણ 106 સી બ્લોક સ્વામી વિવેકાનંદ હાઇટ્સ લક્ષ્મીપુરા રોડ ગોરવા વડોદરા શહેર પકડાયેલ મુદ્દા માલ ની વિગત ગોવા વિસ્કી 180 મિલી ના પ્લાસ્ટિકના કોટરીયા ની કુલ પેટી નંગ 15 જેમાં કુલ નંગ 720 કિંમત રૂપિયા 82,800 કિંગફિશર બીયર નંગ 48 જેની કિંમત 7440 scorpio ગાડી ની કિંમત આશરે એક લાખ રૂપિયા તેમજ એક વીવો મોબાઈલ જેની કિંમત ₹4,000 આમ કુલ બોટલ ની કિંમત ૯૦ હજાર 240 મળી કુલ ₹1,95,240 નો મુદ્દા માલ કબજે કરેલ છે આમ ઉપરા ઉપરી દારૂ પકડાતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે

0
5176 views