logo

ગુજરાત જીઓગ્રાફિ મેગેજીન અને રાષ્ટ્રીય સ્કાઉટસ એન્ડ ગાઇડ્સ દ્વારા પર્યાવરણ સુરક્ષા અંગે ત્રીજા કેમ્પનુ આયોજન થયુ

ગુજરાત જીઓગ્રાફિ મેગેજીન અને રાષ્ટ્રીય સ્કાઉટસ એન્ડ ગાઇડ્સ દ્વારા પર્યાવરણ સુરક્ષા અંગે ત્રીજા કેમ્પનુ આયોજન થયુ

રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ દ્વારા રાષ્ટ્રહિત, યુવાઓના કૌશલ્ય, પ્રકૃતિ અંગે જાગૃતિના કાર્યો કરી રહ્યુ છે. હાલ થોડા સમય પુર્વે સી.આઈ.ડિ. ક્રાઇમ- સાયબર સેલ સાથે મળીને સાયબર જાગૃતિ અંગેના કાર્યક્રમ જી.આઇ.ડિ.સી.માં યોજ્યા હતા. આ ઉપરાંત શાળા કોલેજમાં આ અંગે જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત બાળકો વિધાર્થીકાળથી જ સર્વાઇવ કરી શકે. સેના અને સુરક્ષાદળને હંમેશા મદદરૂપ થાય તેવી તાલિમ આપવામાં આવે છે.

પ્રકૃતિ સંરક્ષણના ભાગરૂપે રાષ્ટ્રીય સ્કાઉટસ એન્ડ ગાઇડ્સ દ્વારા દર વર્ષે તાલિમ કેમ્પનુ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે વ્યારા વનવિભાગની રેન્જમાં તાલિમ કેમ્પનુ આયોજન થયુ. જેમાં સુરત, ભરુચ, અંકલેશ્વર, અમદાવાદ, નડિયાદ, જુનાગઢના કુલ 30 તાલિમાર્થીઓએ ભાગ લીધો હતો. તા.20-21-22 ઓગસ્ટના આ કેમ્પમાં આયુવેદિક ઔષધિ, વન્યજીવ, જંગલની વિવિધતા, ભૌગોલીક પરિસ્થિતિ અંગે માહિતિ પ્રકૃતિ વિદ ભરત રાવત આપવામાં આવી હતી.

રાત્રે નાઇટ ટ્રેલનુ આયોજન થયુ હતુ. જેમાં જંગલના જીવજંતુ, હિંસક પ્રાણી, ઝેરી જીવ અંગેની રસપ્રદ માહિતિ પ્રકૃતિવિદ રમેશ સરવાણી દ્વારા આપવામાં આવી હતી. બીજે દિવસે વહેલી સવારે કડા ડેમ અને તેની આજુબાજુના પક્ષી વિચરણ, જળચર જીવોનો અભ્યાસ કર્યો હતો.

આ ઉપરાંત રુપગઢ ફોર્ટનુ ટ્રેકિંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં ટ્રેકિંગ દરમ્યાન પર્વતારોહણની તાલિમ આપવામાં આવી હતી. રમેશ સરવાણી અને ભરત રાવત દ્વારા જીવજંતુ થી લઈ કુદરત સાથે જોડાયેલી કડિ અને ઔષધિ વિશે વિશેષ માહિતિ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રાષ્ટ્રીય કો-ઓર્ડિનેટર વિજય ખુંટ એ જણાવ્યુ હતુ કે તમારા બાળકોને કુદરતનો પરિચય કરાવો. કુદરતની સુંદરતાનો વારસો સલામતિથી આવનારી પેઢી સુધી પહોચવો જોઇએ. જ્યારે આપણે જંગલ ઉભા કરવાની સ્થિતિ આવી ત્યારે આપણે ઝાડ વાવવાનુ શરુ કર્યુ છે. ઘરના એક વ્યક્તિથી નહિ દરેક વ્યક્તિએ પર્યાવરણ અંગે જાગૃત થઇને નાનામાં નાનો પ્રયાસ કરવો જ પડશે.

તમારા બાળકોને કુદરતનો પરિચય કરાવો. કુદરતની આ સુંદરતાનો વારસો સલામતિથી આવનારી પેઢી સુધી પહોચવો જોઇએ. એ આપણી જવાબદારી છે.- વિજય ખુંટ

4
5732 views