લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટ દ્વારા આયોજિત પવિત્ર શ્રાવણ માસમાં શ્રવણ યાત્રા પ્રવાસ 60 વર્ષથી ઉપરની ઉંમરના વડીલોને નિશુલ્ક રીતે
લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટ દ્વારા આયોજિત પવિત્ર શ્રાવણ માસમાં શ્રવણ યાત્રા પ્રવાસ 60 વર્ષથી ઉપરની ઉંમરના વડીલોને નિશુલ્ક રીતે તારીખ 17- 8 -2024 ને શનિવારના રોજ માધાપરથી ફોર્ટ મહાદેવ, માતાનામઢ, કોટેશ્વર મહાદેવ , ગુનેરી ગુફા મહાદેવ ,નારાયણ સરોવર ,કમલેશ્વર મહાદેવ વાંઢાય જેવા તીર્થ સ્થળોએ એમ એક દિવસ પ્રવાસનું આયોજન કરવામાં આવેલ, યાત્રા પ્રવાસના પ્રોજેક્ટ ચેરમેન લાયન દર્શન જોશી એ જણાવેલ હતું કે છેલ્લા 19 વર્ષથી લાયન્સ ક્લબ ઓફ માધાપર ના માધ્યમથી શ્રાવણ માસમાં દાતાશ્રીઓના સહયોગથી વડીલોને બસ દ્વારા કોઈપણ ચાર્જ લીધા વગર માર્ગમાં ચાર નાસ્તો અને બે ટાઇમ જમવાની વ્યવસ્થા સાથે આ યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે અને હાલની યાત્રામાં માધાપર તેમજ ભુજના તેમજ આસપાસના ગામના વડીલોએ આ પ્રવાસમાં ભાગ લીધેલ હતો કુલ બે બસ દ્વારા 120 જેટલા વડીલો આ પ્રવાસ માં આવેલ હતા તેમજ આ યાત્રા બસના પ્રવાસના તમામ ખર્ચના મુખ્ય દાતા શ્રી જાદવજીભાઈ માવજીભાઈ સેંઘાણી રહ્યા હતા તેમના વરદ હસ્તે શ્રી પાઠ હનુમાનજી મંદિર નવોવાસ માધાપરથી સવારે આ યાત્રા બસને સ્ટાર્ટ આપવામાં આવેલ અને આ પ્રસંગે પધારેલ સમાજરત્ન શ્રી વિનોદભાઈ સોલંકી, લોહાણા સમાજના અગ્રણી શ્રી નરેન્દ્રભાઈ મીરાણી તેમજ હંસરાજભાઈ સોરઠીયા તેમજ દાતાશ્રીઓનું લાયન્સ ક્લબના મેમ્બર દ્વારા સાલ ઓઢાડી સન્માન કરેલ અને આવા સરસ આયોજન બદલ પધારેલ મહેમાનો દ્વારા માધાપર ક્લબને અભિનંદન પાઠવેલ માધાપર ના પ્રમુખ લાયન પ્રવીણ ખોખાણી, ઉપપ્રમુખ લાયન અશ્વિન ડી સોલંકી, ઉપપ્રમુખ લાયન પ્રદીપ ઠક્કર, લાયન શિવજી મોઢ, મંત્રી લાયન હરીશ સેંઘાણી, ખજાનચી લાયન નીતિન જી ઠક્કર, તેમજ સભ્યોમાં લાયન ધીરુ મહારાજ લાયન શાંતા ખોખાણી લાયન હેતલ જોશી પ્રોજેક્ટ ચેરમેન લાયન દર્શન જોશી દ્વારા યાત્રામાં આવનાર દરેક પ્રવાસીને શુભેચ્છા પાઠવેલ તેમજ યાત્રા પ્રવાસમાં સાથે રહી પ્રવાસનું સંચાલન કરેલ....