આદિવાસી સમાજને ન્યાય મેળવવા થી કેમ રોકી રહી છે સરકાર...?
તારીખ 13/08/2024 રોજ હાંસોટ તાલુકાના કલમ ગામ નાં આદિવાસી સમાજ ના ભાઈઓ કેવડીયા માં સ્વ.જયેશ ભાઈ તડવી. સ્વ. સંજય ભાઈ તડવી ને શ્રદ્ધાંજલી આપવા માટે જતા હતા. ત્યાં ઉમલ્લા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.આજના સમયમાં પણ આદિવાસી સમાજને ન્યાય મળતો નથી. સત્તાના નશામાં ચૂર થયેલ સરકાર આદિવાસી સમાજ ને અત્યાચારો સામે લડતા રોકી રહી છે. કેવાડીયા ખાતે થયેલ યુવાનો પર અત્યાચાર સામે આદિવાસી સમાજ ના લોકો ન્યાય મેળવવા માટે ગયેલ. ત્યારે પોલીસકર્મીઓ દ્વારા રોકવામાં આવેલ હતા.જ્યારે સત્તા ના કર્યક્રમો થતાં હોય ત્યારે આજ પ્રજાના રક્ષકો કાર્યક્રમ ની સાળસંભાળ રાખતા જોવા મળે છે. પરંતુ જ્યારે અત્યાચારો સામે પડકાર કરવામાં આવે છે ત્યારે આજ રક્ષકો ભક્ષક બની જતા હોય છે.તેથી આદિવાસીઓને અત્યાચારો સામે લડતા કેમ રોકી રહી છે સરકાર એનો જવાબ આદિવાસી સમાજ આપી શકી નથી..!!