
મોડાસામાં વિદેશી ચીજ વસ્તુઓ અને ખાનગીકરણનો વિરોધ કરાયો
• કિસાનસભા અને સીઆઇટીયુ દ્વારા ચાર રસ્તે દેખાવો કર્યા
મોડાસામાં સીઆઇટીયુ અને કિસાનસભા દ્વારા ટાઉનહોલ ચાર રસ્તા પાસે શુક્રવારે મહાત્મા ગાંધીને યાદ કરીને ખાનગીકરણના વિરોધમાં અને વિદેશી ચીજ વસ્તુઓના વિરોધમાં દેખાવા કર્યા હતા.
સીઆઇટીયુ અને કિસાનસભા દ્વારા જણાવાયું હતું કે દેશમાં આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે મહાત્મા ગાંધીએ અંગ્રેજોની વિરુદ્ધ અંગ્રેજો ભારત છોડો, અંગ્રેજો ક્વીટ ઇન્ડિયાનો નારો આપ્યો હતો. જેના ભાગરૂપે શુક્રવારે મહાત્મા ગાંધીને યાદ કરીને મોડાસામાં સીઆઈટીયુ અને કિસાન સભાના કાર્યકરો દ્વારા ખાનગીકરણના વિરોધમાં અને વિદેશી ચીજ વસ્તુઓના વિરોધમાં દેખાવો યોજીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં રેલવે, તાર, ટેલિફોન, જેવા સરકારના મોટા સાહસોનું ખાનગીકરણ કરીને કોર્પોરેટ કંપનીઓને વેચવામાં આવી રહી હોવાનો તેમજ વીજળી જેવા જાહેર ક્ષેત્રમાં વિદેશી કંપનીઓએ કબજો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને પ્રજા ઉપર સ્માર્ટ મીટરની તલવાર લટકી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
કાર્યક્રમમાં સીઆઇટીયુના પ્રદેશ મંત્રી ડી.આર જાદવ, કિસાનસભાના પ્રમુખ ભલાભાઈ ખાંટ, સીઆઇટીયુ ઉપપ્રમુખ ચંદ્રપાલ સિંહ ખાંટ,મંત્રી રાકેશ તરાર, મોમીન ખાન, કિસાનસભાના કાર્યકરો દશરથસિંહ ચૌહાણ, વીરાભાઇ ખાંટ, કાનાજી ખાંટ, રામાજી લાલાજી, લક્ષ્મણભાઈ સહિત હાજર કાર્યકરો હાજર રહ્યા હતા.