
*રાજુલા શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે શ્રી જયતિ ભાઈ મારું ની વરણી કરવા બદલ ખુબ ખુબ અભિનંદન*
*પ્રમુખશ્રી રાજુલા શહેર કોંગ્રેસ*
*રવિરાજભાઇ ધાખડા*
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસુચિત જાતિના ચેરમેન શ્રી હિતેન્દ્રભાઈ પીઠડીયા ના આદેશથી અમરેલી જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ શ્રી હસુભાઈ બગડા દ્વારા આગામી રાજુલા નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષી અને કોંગ્રેસ પક્ષનો સંગઠન વધુ ને વધુ મજબૂત કરવા માટે રેલવેના નિવૃત્ત કર્મચારી અને સેવાભાવી શ્રી જયંતીભાઈ બાબુભાઈ મારુ સાહેબની રાજુલા શહેર અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ આ વરણીને અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાન શ્રી પરેશભાઈ ધાનાણી વિરજીભાઈ ઠુંમર પ્રતાપભાઈ દુધાત જેનીબેન ઠુંમર ચંદ્રેશભાઇ રવાણી હસુભાઈ સુચક ટીકુભાઈ વરૂ રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી રવિરાજભાઇ ધાખડા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી ગાગાભાઇ હડિયા હિતેષભાઇ સોલંકી નાયાભાઈ ગુજર દિપક દાદા ત્રિવેદી રસુલભાઈ દલ અબ્દુલભાઈ સેલોત રાહુલભાઈ ધાખડા સંદીપભાઈ ધાનાણી પ્રહલાદભાઈ સોલંકી જે ડી કાછડ સહિતના જિલ્લા અને તાલુકાનાઆગેવાનોએ શુભેચ્છા પાઠવી આ નિમણૂકને આવકારી છે તેમ અમરેલી અનુસુચિત જાતિના ચેરમેન શ્રી હસુભાઈ બગડાની યાદીમાં જણાવ્યું છે