logo

ગીરના હાવજની ત્રાડ હવે રાજસ્થાનમાં સંભળાશે, સજ્જનગઢ ઝૂની વધારશે શોભા

જૂનાગઢ: સક્કરબાગ આખા દેશ અને દુનિયા માટે સિંહ ઉત્પાદન કેન્દ્ર છે. કારણ કે, જ્યાં જ્યાં એશિયાઈ સિંહો છે, એ બધે અહીંથી જ ગયેલા છે. લંડનનું ઝૂ હોય કે ઉત્તર પ્રદેશનો સફારી પાર્ક, બધે જૂનાગઢના સક્કરબાગ નામે ઓળખાતા પ્રાણીબાગમાંથી ગયેલા સિંહો જ ફેલાયેલા છે. ત્યારે વધુ એક વખત સક્કરબાગ ઝૂના સિંહ અને સિંહણને ઉદયપુરના સજ્જનગઢ ઝૂ ખાતે મોકલવામાં આવ્યા છે. સિંહની આ જોડી મોકલવાની સામે 14 પ્રાણીઓને મંગાવવામાં આવ્યા છે.

0
0 views