દ્વારકા જિલ્લા ના લુહાર સમાજના નવયુવક અનિલ પરમાર નુ નોરવેની ક્રિકેટ ટિમ માં થયું સિલેકશન.સૌથી વધુ વિકેટ મેળવનાર યાદીમાં ચોથો બોલર બન્યો.
અમદાવાદ કરતા ઓછી વસ્તી ધરાવતા દેશ નોરવેમાં ગુજરાતના દ્વારકા જિલ્લા ના લુહાર સમાજના નવયુવક અનિલ પરમાર નુ નોરવેની ક્રિકેટ ટિમ માં થયું સિલેકશન.સૌથી વધુ વિકેટ મેળવનાર યાદીમાં ચોથો બોલર બન્યો.નોરવે ની ઓસ્લો શહેર માં આઈ ટી કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર કરતા અનિલ પરમારને ક્રિકેટ રમવાનો ખુબ શોખ હતો શરૂઆતમાં ટેનિસ બોલથી રમ્યા બાદ પેહલીવાર એમને મૈસુરમાં સીઝનના બોલ થી રમવા મળ્યું ફેમસ ક્રિકેટર રોબિન ઉથપ્પા,મનીષ પાંડે વગેરે ક્રિકેટર સાથે રમવા મળ્યું. નોરવે માં પોતાની તેજ બોલિંગ થી તેને નોરવેની રાષ્ટ્રીય ક્રિકેટ ટિમ માં પસંદગી કરવામાં આવી હતી.તેમને એજ્યુકેશન નો થોડો સમય આણંદના વલ્લભ વિદ્યાનગર માં શ્રી લુહાર સુથાર સમાજ સંચાલિત છાત્રાલય માં રહી અભ્યાસ કર્યો હતો.નોરવે ક્રિકેટ ટીમમાં સિલેકશન થતા સમગ્ર ગુજરાત અને દેશે ગૌરવ લેવા જેવી વાત છે.