logo

આણંદ : બોરસદ: કાલુના સિંધાપુરામા સગા ભાઈએ ભાઈ પર કર્યો હુમલો

આણંદ : બોરસદ: કાલુના સિંધાપુરામા સગા ભાઈએ ભાઈ પર કર્યો જીવલેણ હુમલો

*******
જર, જામીન અને જોરુ, ત્રણ કજિયાના છોરુ

******

કળિયુગમાં પૈસા અને મિલકત અને જોરુ (પત્ની)ના કારણે લોહીના સંબંધો પણ પારકા થઈ જાય છે. પૈસાના કારણે ઘણીવાર એવા પણ કિસ્સા બનતા હોય છે કે સગાભાઈ દ્વારા સગાભાઈની હત્યા કરી દેવામાં આવી હોય ત્યારે આવો જ કિસ્સો બોરસદ તાલુકાના કારુ ગામના સિંધાપુરા વિસ્તારમાં સામે આવ્યો છે કે જયાં સ્ત્રીના ઝગડામાં સગાભાઈએ પોતાના સગા ભાઈએ જીવલેણ હુમલો કર્યો છે. પારિવારિક ઝગડામાં નિમ્ન કક્ષાના શબ્દો અને આક્ષેપો, પર આક્ષેપોને લઇ મોટાભાઇ વીરસિંહ અચાનક નાનાભાઇ ગેમાનસિંહ ઉપર એકદમ ઉશ્કેરાઈ જઈ તેમના ખીસ્સામાંથી મોટુ ચપ્પુ કાઢી કહેવા લાગેલ તે આજે તો તને જીવતો નહી છોડુ તેમ કહી એકદમ પેટમાં લાત મારી દેતા ગેમાનસિંહ નીચે પડી ગયેલા અને વીરસિંહ તેમની ઉપર ચઢી આજે તો તને મારી નાખીશ તેમ કરી તેમના હાથમાનુ મોટું ચપ્પુ ગળાના નીચેના ભાગે મારતા ગેમાનસિંહ લોહીલુહાણ થઈ ગયો. એ ઘટનાને પગલે ગેમાનસિંહનાં પુત્રો બૂમ બરાડા પાડતા ફળીયામાં રહેતા અમીતસિંહ વિક્રમસિંહ સિંધા નાઓની ઇક્કો ગાડીમાં રાજેન્દ્રભાઈ જામસિંહ સિંધા તથા વર્ષાબેન દીલીપભાઇ સિંધા તથા રણવીર સિંધાએ ગેમાનસિંહ ને સારવાર અર્થે કઠાણા સરકારી દવાખાનામાં લઈ ગયેલ અને ગેમાનસિંહ ની હાલત જોતા દવાખાનામાંથી એવું કહેવામાં આવેલ કે કરમસદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જાવ અને ત્યાં લઇ જવામાં આવેલ ત્યાં તપાસતા ડૉક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવેલ. જે ઘટનાને લઇ મૃત ગેમાનસિંહનાં પત્નિ રાધાબેન દ્વારા તેમના જેઠ વીરસિંહ જેસંગભાઇ સિંધા નાઓની વિરુધ્ધ ફરીયાદ કરવા આવેલ છે ,હુમલાખોર ભાઈ વિરૂધ્ધ આઈપીસી કલમ 1111,115(2)33,151(2) (M)મુજબ ગુન્હો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

16
3595 views