ચાલો, ગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવીએ.”
*“ચાલો, ગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવીએ.”*
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા આહ્વાન કર્યું છે ત્યારે, આપણા ગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવાના હેતુ સાથે આજે ‘ગુજરાત ગુણવત્તા સંકલ્પ’નો શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે થયો.
‘ગુજરાત ગુણવત્તા સંકલ્પ’ અંતર્ગત, ક્વૉલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિષ્ણાતો ગુજરાતમાં સરકારી અને ખાનગી એકમો સાથે મળીને દરેક ક્ષેત્રમાં વધુને વધુ ગુણવત્તા લાવવાની દિશામાં કામ કરશે.
આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિવિધ ક્ષેત્રોના આગેવાનો સાથે સંવાદ સાધ્યો.