logo

બોરસદ તાલુકાના સારોલ ગામમાં જુમાં તલાવડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 30.06.2024 થી લઈને અત્યાર સુધી માં 19 ભેંસોનું મરણ

બોરસદ તાલુકાના સારોલ ગામમાં જુમાં તલાવડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 30.06.2024 થી લઈને અત્યાર સુધી માં 19 ભેંસોનું મરણ થયેલું છે આ પશુનાઓના માલિકો દૂધ મંડળીનાં જ સભાસદો છે અને તે સભાસદો જણાવે છે કે અમે અમારાં પશુઓને અમુલનું જ દાણ ખવડાવીએ છે અને અને આ અમૂલ દાનમાં જ કંઈ પ્રોબ્લેમ જોવા મળેલો છે સભાસદો અને ગામ લોકો પણ દાણ માં પ્રોબ્લેમ ગણાવે છે છતાં પણ હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલું નથી ...અમૂલ ડેરીના ડોક્ટરો પણ સતત મહેનતથી છેલ્લા 4 થી 5 દિવસ સારોલ ગામમાં રાત દિવસ મહેનત કરી છે છતાં પણ આ મરણ પામેલા પશુઓને બચાવી શક્યા નથી.જે પશુઓ મરણ પામ્યા એમાં ઘણા પશુઓ ગાભણ પશુઓ પણ હતા ગણા પશુઓ દૂધ આપતા પણ હતા.અને નાના બચ્ચા પણ હતા અને હજુ પણ 10 જેટલા પશુઓ હાલની તારીખ માં પણ બીમાર છે જે પૂરતા પ્રમાણ માં ખોરાક કે પાણી લેતા નથી. ડોક્ટરો દ્વારા અમને માહિતી મળી છે કે તમારા બાજરીના સૂકા પૂડા અને લીલા ઘાસમાં નાઇટ્રેટ પોઈજન જોવા મળે છે તો તે લોકો અમારા ત્યાંથી તેનું પણ સેમ્પલ ચેક કરવા માટે લઈ ગયા છે.બાકીના બીજા પશુઓએ પણ સૂકું ઘાસ અને લીલું ઘાસ તો ખાધેલું જ છે પણ વધારે અસર દાણ ખાવાના કારણે જોવા મળી છે અને જે ભેંસોને દાણ ખાધું છે તેમને જ આ પ્રોબ્લેમ થયો છે.સભાસદો પાસેથી તેમનું દાણ પણ પાછું લઈ લેવામાં આવ્યું છે.સભાસદો એમ જણાવવા માગે છે કે તમારા દાણમાં જો પ્રોબ્લેમ નથી તો તમે આજે 10 દિવસ થયા છતાં હજુ સુધી દાણના કોઈ રિપોર્ટ કેમ નથી આવ્યા?.સભાસદ ના ઘાસમાં રિપોર્ટ આવે તો દાણ ના રિપોર્ટ પણ આવવા જોઈએ ને.મરણ પામેલા પશુઓ અને બીમાર પશુઓના લોહીનું પણ અમૂલના ડોક્ટરો સેમ્પલ લઈ ગયા છે હજુ સુધી એના પણ કોઈ જાતના રિપોર્ટ આવ્યા નથી.અમૂલ ના ડોક્ટરો દ્વારા મરણ પામેલા બે પશુઓના પીએમ રિપોર્ટ પણ કરેલું છે છતાં એના પણ અત્યાર સુધી કોઈ રિપોર્ટ આવ્યા નથી.અમારી મંડળીમાં અત્યાર સુધી આવો કોઈ બનાવ બનેલો નથી એટલે સભાસદોને ખબર જ નથી કે આ રિપોર્ટ કેટલા ટાઈમ માં આવે છે પણ એમની એક જ માગ છે કે છે જે પણ રિપોર્ટ આવે એ અમને વહેલી તકે અને સાચી જાણ થાય.25 જેટલા સભાસદો અને દૂધ મંડળીનાં ચેરમેન તથા સેક્રેટરી આણંદ જઈને અમૂલમાં જાણ કરેલી છે છતાં પણ હજુ સુધી કોઈને સંતોષકારક જવાબ કે રિપોર્ટ મળેલા નથી.સારસા માં આવેલો અમૂલ ભેંસોનો તબેલો છે ત્યાં પણ અમે આ દાણ એમને અમણે આપેલી ભેંસોને ખવડાવીને તેના પર પ્રયોગ કર્યો છે ખરેખર આ વસ્તુ પણ ખોટી જ છે કે નિર્દોષ પશુના ના જીવ ઉપર આ અખતરો ના કરવો જોઈએ પણ અમૂલના લોકોને સાબિત કરવું છે કે અમારા દાણમાં કઈ પ્રોબ્લેમ નથી.અમે સારસામાં 4 સભાસદોને મોકલ્યા તે સભાસદો દુકાનના પડીકા ખાઈને 48 કલાક ત્યાં રહ્યા. આખી રાત જાગીને ભેંસોની દેખ રેખ રાખી છે તેમને જણાવ્યું હતું કે ત્યાંની ભેંસોએ પણ આ દાણને પૂરતા પ્રમાણ ખાધું નથી અને અટકી અટકી ને ખાય છે જે દાણ મૂકવામાં આવ્યું હતું તે અમારા એક સભાસદ ના ઘરેથી જ સિલ પેક દાણ લઈ જવામાં આવ્યું હતું.બીજા દિવસે ત્યાંના લોકોએ સભાસદોને જણાવ્યું કે અમારા અહીંના પશુઓને 24 કલાક માં 1 વખત દાણ ખવડાવ વામાં આવે છે અમારાં પશુઓને અમારા નક્કી કરેલા શિડ્યુલ પ્રમાણે દાણ આપીએ છે અને અમારે તો સભાસદો એમની ભેંસોને બંને ટાઈમ એટલે કે સાજ સવાર દાણ આપે છે તો ત્યાં પણ સભાસદોને કોઈ સંતોષ કારક જવાબ મળ્યો નથી. દૂધ મંડળીનાં ચેરમેન સ્થાનિક ઓડિટર તથા સેક્રેટરી ને તથા બધા સભાસદો અને કમિટીના સભ્યોને પણ આ વાત ની જાણ છે એમને પણ પશુઓની યોગ્ય સારવાર માટે ડોક્ટરો સાથે રહીને ઉજાગરા કરીને એમના ટાઈમ નો સતત 4 થી 5 દિવસનો ફાળો આપેલો છે .છતાં હજુ સુધી અમૂલ તરફથી મરણ પામેલા પશુઓના માલિકને કોઈ વળતર કે સહાય માટે કોઈ જાતની વાત કરેલી નથી. ગામના સભાસદો નો મુખ્ય વ્યવસાય પશુ પાલન છે અને તે તેના પણ એમનું ગુજરાન ચલાવે છે.અધિકારી પણ હજુ સુધી કોઈ સભાસદ ના ઘરે આવીને પૂછ્યું પણ નથી કેમ કોઈને મળવા પણ આવ્યા નથી.મરણ પામેલાં પશુઓના માલીકને જ ખબર છે કે તેમની સુ વેદના છે.
પશુ પાલકો લોન કરાવીને પશુઓની ખરીદી કરેલી છે તો તેમની સું વેદના હસે વિચારવા જેવી બાબત છે પણ હજુ સુધી કોઈ ની આંખો ઉગડતી નથી. સભાસદોની એક જ માગ છે કે અમારી વાત અમૂલના અધિકારીઓ કઈ ધ્યાન માં લે અને અમને અમારા મરણ થયેલા પશુના બદલામાં કોઈ યોગ્ય વળતર મળે.

63
9243 views