એક શ્રેષ્ઠ, હરિયાણી ધરતીની શોભા એવાં વૃક્ષોથી સુંદર સુશોભિત પૃથ્વી અને સમગ્ર બ્રહ્માંડરૂપી અમૂલ્ય વારસો જાળવીએ.. સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ સૌ સજીવો આપણે એકબીજાથી જોડાયેલા છીએ.
AIMA NEWS :- વણકર રાજેશ. પંચમહાલ
અસ્તિત્વએ આપણને ઘણું ઘણું મફત આપ્યું છે. આપણે અસ્તિત્વનો એક ભાગ છીએ. તમામ પશુ પંખી જીવજંતુ પ્રકૃતિની જાળવણી કરે છે એનું સંવર્ધન પણ કરે છે. આપણે ક્યાંક એમાં ઊંણા ઉતરીએ છીએ. આપણે પણ એમાં મહત્વનું યોગદાન કરી આવનાર પેઢી અને તમામ જીવો માટે એક શ્રેષ્ઠ, હરિયાણી ધરતીની શોભા એવાં વૃક્ષોથી સુંદર સુશોભિત પૃથ્વી અને સમગ્ર બ્રહ્માંડરૂપી અમૂલ્ય વારસો જાળવીએ.. સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ સૌ સજીવો આપણે એકબીજાથી જોડાયેલા છીએ.
પ્રકૃતિમાં જ પરમાત્મા રહેલા છે....આ દ્રષ્ટિ અને માનવ કલ્યાણ પ્રકૃતિનું જતન એ ભાવના સાથે ગઈ કાલે તા. 07/07/2024 ના રોજ શહેરા તાલુકાના તરસંગ ગામના યુવાન મિત્રો દ્વારા 100 કરતા વધુ વૃક્ષોના રોપા સ્વૈચ્છિક યોગદાન ભેગુ કરી રોડ રસ્તા તેમજ જાહેર જગ્યાએ સૌનો સાથ સહકાર અને જવાબદારી ભાગીદારી સાથે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું...જેમાં લીમડો, ગુલમ્હોર, પીપળો, જાંબો નીલગીરી જેવા ઉપયોગી વૃક્ષો યોગ્ય જગ્યાએ જે તે ઘરના આંગણામાં રસ્તાની શોભા અને સૌંદર્યમાં વધારો બને એની માવજત થાય એ રીતે દરેકને ત્યાં છોડ રોપ્યા. જે એક અનોખો અવિસ્મરણીય અનુભવમાં તથા આનંદની એ ક્ષણોના સૌ સાક્ષી બન્યા. 🌹🙏