
ગુજરાત ના સુરત જીલ્લામા આવેલ બારડોલી તાલુકા ના સ્વર્ણિમ ગામ બાબેન ની આદર્શ
આદર્શ પ્રાથમિક શાળા -બાબેન માં શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ તેમજ શાળા ના ઉતક્રૃષ્ટ વિધાર્થીઓને પ્રોત્સાહન ઈનામો નુ વિતરણ કરવામાં આવ્યું
આજરોજ તા.28/6/24 ને શુક્રવાર ના રોજ આદર્શ પ્રાથમિક શાળા -બાબેન માં શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ તેમજ શાળા ના ઉતક્રૃષ્ટ વિધાર્થીઓને પ્રોત્સાહન ઈનામો નુ વિતરણ તથા શાળા મા દાન આપનાર દાનવિરોનુ સન્માન નુ આયોજન કરવામા આવ્યુ. કાર્યક્રમ ના મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી પી. જે.ભગદેવ IAS (M.D.-Unreserved Education & Development of Economy) શ્રીમતી જીજ્ઞનાબેન પરમાર - પ્રાંત અધિકારીશ્રી-બારડોલી શ્રીભાવેશભાઈ પટેલ-માજી પ્રમુખશ્રી સુરત જીલ્લા પંચાયત તથા ઉપપ્રમુખશ્રી સુગર ફેકટરી બાબેન , શ્રીમતી લીલાબેન પટેલ તાલુકા પંચાયત સભ્ય ,સરપંચ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ ,તલાટી શ્રીભાવિનભાઇ મૈશુરીયા , શ્રીભાવેશભાઇ લાડ-આચાર્યશ્રી,
ગ્રામ પંચાયત-બાબેન ના સભ્યોશ્રીઓ,શાળા વ્યવસ્થાપન સમીતી ના સભ્યો, શાળા ના શિક્ષક ગણ, આંગણવાડી ના બહેનો, આશાવર્કર બહેનો, વાલી મિત્રો,ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માનનીય શ્રી ભાવેશભાઈ પટેલ તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરવામાં આવી હતી.તેમજ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાના ભુલકાઓ તથા બાળકોના પ્રવેશ વિધિ બાદ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંત માં શાળા દ્વારા તમામ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.