logo

આદિવાસી વિસ્તારમાં વીજળી નહિ હોવાથી સ્માર્ટક્લાસ ચાલતા નથી શાળા પ્રવેશોત્સવ સારી શાળાઓમાં થાય છે તે અંતરિયાળ વિસ્તારની શાળામાં પ્રવેશોત્સવ થવો જોઈએ

નર્મદા સહિત ગુજરાતમાં ત્રણ દિવસનો શાળા પ્રવેશોત્સવ શરૂ થનાર છે ત્યારે આપ ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે એક પત્રકાર પરિષદ બોલાવી નર્મદા સહિત ગુજરાતના શાળા પ્રવેશોત્સવને તાયફો ગણાવી શિક્ષણ સુવિધાઅંગેનો આકરા પ્રહારો કર્યા હતા. અને ધારાસભ્ય ચૈતર વસાવા એ મુખ્યમંત્રી ને પત્ર લખી શાળા પ્રવેશોત્સવ સારી શાળાઓમાં થાય છે તે અંતરિયાળ વિસ્તાર ની શાળામાં પ્રવેશોત્સવ કરવો જોઈએ, ગુજરાતમાં ૧૩૦૦ શાળા આદિવાસી વિસ્તારમાં એક શિક્ષક થી ચાલે છે, ગુજરાતમાં ૨૫૦૦ થી વધુ શાળાઓ ના ઓરડા નથી અને બાળકો ખુલ્લા આકાશ નીચે ભણે છે એવી રજુઆતકરી હોવાનું જણાવ્યું હતું. નર્મદા જિલ્લાની ૧૦૦ શાળાઓમાં એક જ શિક્ષક છે આદિવાસી વિસ્તારમાં વીજળી નહિ હોવાથી સ્માર્ટક્લાસ ચાલતા નથી, પ્રવેશોત્સવ નહિ પણ શિક્ષકો ની ભરતી કરે અને ૭૬ હજાર શિક્ષ- કો ની ઘટ છે તે સરકારે ભરવી જોઈએ નહિ તો કેવી રીતે ભણશે

ગુજરાત .... શાળા પ્રવેશોત્સવ માં બાળકો ની નહિ પણ શિક્ષકો નો પ્રવેશોત્સવ સરકારે કરવો જોઈએ, સરકારે ધારાસભ્ય તરીકે શાળા પ્રવેશોત્સવ માટે આમંત્રણ આપ્યું છે પણ એ લોકો એ રોડ બાજુ ની સારી શાળાઓ નક્કી કરી છે જેથી જે શાળા માં શિક્ષકો નથી અને જર્જરિત શાળાઓ છે ત્યાં ચૈતર વસાવા પ્રવેશોત્સવ કરવા માટે જશે.જોકે આ તમામ બાબતે જિલ્લા બીજેપી પ્રમુખ ઘનશ્યામ પટેલ નું કહેવું છેકે સારામાં સારું શિક્ષણ ગુજરાત નું છે.

30
14004 views