logo

રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ રવીરાજભાઇ ધાખડા દ્વારા શહેરીજનો માટે અનોખું સેવાકાર્ય.....




રાજુલા શહેરમાં છેલ્લા ધણા સમયથી અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા ભારે તંગી સર્જાઇ રહી છે. અને લોકોને પીવાનુ પાણી નિયમિત મળતુ નથી. આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પાણી માટે વલખા મારવા પડે છે. રાજુલા નગરપાલિકા દ્વારા શહેરમાં ચાર થી પાંચ દિવસમાં એકવાર પાણીનું વિતરણ કરવામાં આવે છે. જેથી પીવાનુ પાણી શહેરીજનોને નિયમિત ન મળતા મુશ્કેલીમાં મુકાયાં હતાં. ત્યારે રાજુલા શહેરનાં કોગ્રેસના પ્રમુખ રવીરાજભાઇ મનુભાઇ ધાખડાને જાણ થતા કે શહેરીજનોને નિયમિત પીવાનુ પાણી મળતુ નથી. રવીરાજભાઇ ધાખડા દ્વારા અનોખું સેવાકાર્ય કરવામાં આવ્યું છે. રવીરાજભાઇએ ઘૂઘરીયાળી રોડ પર આવેલ પોતાની ખેત વાડીના કૂવામાંથી નગરપાલિકાના સંપમાં કનેક્શન આપ્યું હતુ. અને કનેક્શન આપતા હવે રાજુલા શહેરીજનોને નિયમિત પાણી મળી રેહશે. રવીરાજભાઇ ધાખડાએ માનવતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. રવીરાજભાઇ ધાખડા સાથે સંપર્ક કરતા જણાવ્યુ કે, મારા પિતા નગરપાલિકામાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે. અને શહેરમાં નિયમિત પાણી ન મળવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. જેથી પાણી મળી રહે તે માટે અમારી ખેતીવાડી ઘૂઘરીયાળી રોડ આવેલ છે. અને વાડીના કૂવામાંથી નગરપાલિકાના સંપમાં કનેક્શન આપ્યુ છે. અને જ્યાં સુધી પાલિકાને પાણીની જરૂર પડશે ત્યાં સુધી હું પાણી આપતા રહીશું. અને હવે શહેરીજનોને ઉનાળાની આ ગરમીમાં પાણીની સમસ્યા નહીં તેમ જણાવેલ હતું.....

114
14867 views