logo

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ શ્રી બી પી અગ્રવાલ હાઇસ્કૂલ લીમડીનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 88.14 ટકા પરિણામ.

દાહોદ જિલ્લાની શ્રી બી પી અગ્રવાલ હાઇસ્કૂલ લીમડી માં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 177 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી 8 વિદ્યાર્થી એ-2 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે 40 વિદ્યાર્થી બી-1 ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-2 માં 57 વિધાર્થી અને જ્યારે સી-1 માં 42 વિદ્યાર્થી, સી-2 માં 9 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા અને 88.14 ટકા પરિણામ આવ્યું છે.
જયારે શાળાના આચાર્યશ્રી અશોકકુમાર શર્મા સાહેબે તેમજ શાળા પરિવારે અને શાળાના ઓ.એસ શ્રી રાજુભાઇ પ્રજાપતિએ તેમજ શ્રી કેળવણી મંડળ લીમડીના પ્રમુખશ્રી, મંત્રીશ્રીએ પણ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. સારા પરિણામ થી શાળા પરિસરમાં વાલી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ ભારે જોવા મળ્યો હતો.
દાહોદથી રાજુભાઇ પ્રજાપતિનો રિપોર્ટ.

303
26621 views