logo

*વાઘોડીયા - જરોદ - નંદેસરી સહીત નાના મોટા ઔદ્યોગિક એકમ/કંપની/ફેકટરી/GIDC માં નોકરી કરતા વાઘોડીયા વિધાનસભાના કર્મચારીઓને

*વાઘોડીયા - જરોદ - નંદેસરી સહીત નાના મોટા ઔદ્યોગિક એકમ/કંપની/ફેકટરી/GIDC માં નોકરી કરતા વાઘોડીયા વિધાનસભાના કર્મચારીઓને જાહેર અપીલ*

જય માતાજી સાથ જણાવાનુ કે *વાઘોડીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ)* ફરીથી *ભાજપ* ના નિશાન પર વાઘોડીયા બેઠક પર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે આપણા સહુ કર્મચારીઓના હીત માટે બાપુ કાયમ જાગ્રુત રહેતા હોય,કંપનીમાં કર્મચારીઓના ચાલુ ફરજ દરમ્યાન મ્રુત્યુ થાય છે તેવા કિસ્સામા *ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ ખાસ અંગત રસ લઇ મ્રુતક્ના પરિવારને 20 થી 25 લાખ જેવી મોટી રકમ અપાવે છે* તેમજ મ્રુતકના વારસદાર સંતાનો ને કાયમી નોકરી પર સ્થાપિત કરાવે છે જેમના ઉદાહણ છે *શેરખી ગામના જશાપરા ગામનાં આશાસ્પદ યુવાનનું થોડા વરસ પહેલા ગુજરાત રીફાઇનરી ખાતે મ્રુત્યૂ થતા તેમના પરિવારને મોટી રકમ અપાવેલી,વાઘોડીયા ખાતે આવેલ એપોલો ટાયર કંપનીમાં લીમડા ગામના પેટા પરા ઈશ્વરપુરા ગામનાં પ્રવિણભાઈ વસાવાનું ચાલુ ફરજ દરમ્યાન મ્રુત્યુ થતા તેમના વિધવા પત્નીને પણ 20 લાખ રૂપીયા અપાવેલ તેમજ એપોલો ટાયરના બીજા અકસ્માતના બનાવમા ઉતરપ્રદેશના વારાણસીના મૂળ રહેવાસી મ્રુત્યુ પામેલા સૌરભ ત્રિપાઠીના પારિવારને મોટી આર્થિક સહાય કંપની પાસેથી અપાવેલ,શંકર પેકેજિંગ મા વસવેલ ગામના યુવાનનું મ્રૂત્યુ પામતા તેઓના પારિવારને કંપની પાસેથી સહાય અપાવેલ ,જરોદ પાસેના રાયણ તલાવડી ગામના વસાવા સમાજના યુવાનનુ કંપનીમા મ્રુત્યુ થતા તેઓને પણ મોટી આર્થિક સહાય અપાવેલી.*
ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા ઘણા શિક્ષિત બેરોજગાર યુવાનોને કંપનીમા નોકરી પર કાયમી કામદાર તરીકે સ્થાપીત કરેલ છે રોજગાર મેળાનું આયોજન કરીને.
*ગત 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને એપોલો ટાયર, શંકર પેકેજિંગ, RR કેબલ,મુંજાલ ઓટો,GIDC ના કાયમી તેમજ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના તેમજ તેઓના પરિવારના 20 હજાર મત બાપુને આપી ભવ્ય વિજેતા બનાવવામા સિંહ ફાળો રહ્યો હતો.*
આ 2024 ની ચૂંટણીમાં આપણે સહુ ઉદ્યોગ કર્મચારીઓએ સંકલ્પ લીધો છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને એક લાખ એકાવન હજાર મતની જંગી બહુમતીથી જીતાડી એક ઇતિહાસ રચવાનો છે એટલે આપણે સહુએ આપણા ગામમાં ભાજપના બાપુ ના કાર્યકરોને સંપૂર્ણ સાથ સહકાર આપી જંગી જીતના સાક્ષી બનવાનુ છે.
નોંધઃ આ વખત બે ચૂંટણી સાથે છે એક લોકસભા અને બીજી વિધાનસભા એટલે બે અલગ અલગ કમળના નિશાનનું બટન દબાવવાનું છે.

*આ સંદેશ વાઘોડીયા વિધાનસભાના દરેક નાગરિક સુધી અવશ્ય પહોચાડી આપણા ઉધ્યોગીક સંગઠનને મજબૂત બનાવવાં ખાસ અનુરોધ અને અપીલ છે.*

9
6572 views