દાહોદ જિલ્લા ઝાલોદ તાલુકાના લીમડી બસ સ્ટેન્ડ માંથી મહિલાઓએ શરીર પર સેલોટેપ લગાડીને સંતાડી દારૂની બોટલો, એસટી બસમાં બેસી દારુની હેરાફેરી કરે તે પહેલા ઝડપાઈ
દાહોદના લીમડી બસ સ્ટેન્ડમાંથી દારૂના જથ્થા સાથે 4 મહિલાઓ ઝડપાઇ છે.ચાર મહિલાઓ પોતાના શરીર પર સેલોટેપની મદદથી દારૂનો જથ્થો બસમાં લઇ જતી હોવાની પોલીસને બાતમી મળી હતી.
રાજ્યમાં દારુબંધી હોવા છતા ગુજરાતમાં દારુની રેલમછેલ જોવા મળે છે. દાહોદના લીમડી બસ સ્ટેન્ડમાંથી દારૂના જથ્થા સાથે 4 મહિલાઓ ઝડપાઇ છે. ચાર મહિલાઓ પોતાના શરીર પર સેલોટેપની મદદથી દારૂનો જથ્થો બસમાં લઇ જતી હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી 4 મહિલાઓને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. પોલીસે મહિલાઓ પાસેથી દારૂની 366 બોટલો જપ્ત કરી છે. મહત્વપૂર્ણ છે કે ચાર આરોપી મહિલાઓ પૈકી ત્રણ મહિલાઓ અગાઉ દારૂના જથ્થા સાથે ઝડપાઇ ચૂકી હતી.
સંવાદદાતા: પ્રજાપતિ રાજુભાઇ કે.
(AiMA MEDIA)દાહોદ.
મો.નંબર. ૯૯૭૯૨ ૭૭૩૧૬