logo

જસદણ તાલુકાના નાના એવા મેઘપર ગામે પાણી સંગ્રહ માટે રૂપિયા પાંચ લાખનો લોકફાળો એકત્રિત કર્યો

આજરોજ મારી તાલુકા પંચાયત સીટ ના મેઘપર ગ્રામ પંચાયત ની મુલાકાત કરી, ત્યારે સરપંચશ્રી સુભાષભાઈ શિંગાળા અને ગ્રામ પંચાયત ના સભ્યો મળી ને "ગામના તળાવો ઊંડા ઉતારવા" માટે લોકફાળો ભેગો કરવાનું કામ કરી રહ્યા હતા આખા ગામ અને સુરત માં વસતા ગામલોકો દ્વારા રૂપિયા ૫.૦૦૦૦૦./- ( પાંચ લાખ)જેવો લોક ફાળો એકત્ર કર્યો છે જેના થી ગામમાં વરસાદ નું પાણી રોકાશે ગામ ને ખુબ મોટો ફાયદો મળશે. જસદણ તાલુકા માં લગભગ પ્રથમ "(મેઘપર ગામ જેની વસ્તી માત્ર ૧.૦૦૦)" છે જે ગામના લોકફાળા થી પાણી સંગ્રહ્ માટે લાખો રૂપિયા નુ કામ કરશે .. સરપંચશ્રી અને ગ્રામજનો ને ખબુ ખૂબ અભીનંદન.."નાનકડા એવા મેઘપર માં થી તમામ ગામ ને શીખ લેવા જેવી છે". આવનાર સમય માં માનવજીવન ને "પાણી અને વૃક્ષો ૨ વસ્તુ બચાવી શકશે ..જે ભગીરથ કામ મારી તાલુકા પંચાયત સીટ ના મેઘપર ગામ થી શરૂ થઈ ગઈ છે.

8
1242 views