logo

મોદી પરીવાર સભા

આજ રોજ તા.12/4/24 ને શુક્રવારના રોજ જસદણ તાલુકાના સાણથલી ગામે બહુચર માતાજીના મંદિરે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહજી જાડેજાના અધ્યક્ષ સ્થાને બુથ કાર્યકર્તાઓ સાથે “મોદી પરિવાર સભા” યોજાઇ. લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર ૪૦૦ પારના સંકલ્પને પૂરો કરી ઇતિહાસ રચવા આહ્વાન કર્યું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન અને વક્તા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહજી જાડેજા, જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ વિનુભાઈ ધડુક, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી, જિલ્લા એસ. સી. મોરચાના મહામંત્રી એડવોકેટ મહેશ વાણિયા, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા,ભાજપ આગેવાન રમેશભાઈ વેકરીયા,ડોડીયાળા તાલુકા પંચાયત સદસ્ય વિપુલભાઈ ત્રાપસિયા, સંયોજક મનસુખભાઇ જાદવ,હરેશભાઇ કચ્છી,હસુભાઈ વસાણી, જિલ્લા તથા તાલુકા ભાજપ સંગઠન તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા!

125
3058 views