logo

જૂનાગઢ તાલુકાના બિલખા ગામે ગરીબ પરિવાર ના કુલ છ દિકરા દિકરીઓના કરિયાવર તથા જમણવાર સહિત લગ્ન કરાવી આપ્યા.

બિલખા, તા.૨૫/૦૪/૨૦૨૪.
જુનાગઢ તાલુકાના બિલખા ગામના રહીશ હાજી અલ્લારખાભાઈ મોદી તથા તેમના પરિવાર તરફથી ગરીબ પરિવારોના કુલ છ દિકરા દીકરીઓના કરિયાવર તથા જમણવાર સહિત લગ્ન કરાવી આપેલ હતા આ પ્રસંગે બીલખા ઘાંચી સમાજના પ્રમુખ હાજી રજાકભાઈ તથા ઉપપ્રમુખ સત્તારભાઈ તથા બીલખા સુની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી આમદભાઈ તથા અન્ય તમામ આગેવાનો, વડીલો તેમજ સામાજિક કાર્ય કરો આ પ્રસંગે હાજર રહ્યા હતા વિશેષમાં અમરેલી થી પીર સૈયદ દિલાવર બાપુ ચિસ્તીના શહેઝાદા પીર સૈયદ નિઝામુદ્દીન બાપુ ચિસ્તી એ પણ ખાસ હાજરી આપી હતી અને દુલ્હા તથા દુલ્હનો ને દુવાઓ આપી હતી તેમજ હાજર તમામ આગેવાનો સામાજિક કાર્યકરો તેમજ રિસ્તેદારોએ દુલ્હન તથા દુલ્હનોને દુઆઓ આપી હતી.

47
6742 views