logo

ઇન્ટરનેશનલ રંગોળી આર્ટિસ્ટ ડોક્ટર પ્રદીપ દવે દ્વારા પાણીની પિચકારી મારી ઉતાસણીનું પ્રાગટ્ય કરવામાં આવશે..

પાણીની પિચકારી થી અગ્નિ પ્રગટાવી ઉતાસણી નો પર્વ ઉજવાશે ..... રાજકોટમાં જલારામ . 2 ખાતે શ્રી લાલભાઈ અને તેમના ગ્રુપ દ્વારા હર વખતની જેમ આ વખતે પણ ઉતાસણી ના પર્વ ઉત્સાહ પર ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે... આ વખતે ઉતાસણી પર્વ ઉજવવા માટે ની વિશેષતા એ છે કે, ઇન્ટરનેશનલ રંગોળી આર્ટિસ્ટ ડોક્ટર પ્રદીપભાઈ દવે ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામા આવેલ હોલિકા નું 6 ફૂટનું છાણ, લાકડાનો વેર, કાગળનો માવો, સુકુ ખડ વગેરેમાંથી તૈયાર કરવામાં આવેલ પૂતળા ના ખોળામાં બાળક પ્રહલાદ ને બિરાજમાન કરવામાં આવશે. ઉતાસની પ્રાગટ્ય પહેલા પ્રહલાદ જી ના પૂતળાને ત્યાં પૂજા અર્થે સ્થાપન કરવામાં આવશે ત્યારબાદ શાસ્ત્રો વિધિ પ્રમાણે ઉતાસણી પ્રાગટ્ય ની વિધિ સંપન્ન થયા બાદ. વિજ્ઞાનની મદદથી પાણી ની પિચકારી દ્વારા પાણી નો છંટ કાવ કરી અગ્નિ પ્રાગટ્ય કરી ઉતાસણી ઉત્સવ ઉજવવા આયોજન શ્રી લાલભાઈ અને તેમના ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે. આ આયોજન દ્વારા લોકોમાં રહેલ અંધશ્રદ્ધા તેમજ ધાર્મિક તહેવારો પ્રત્યેમાં લાગણી વધારવાનું તેમજ વિજ્ઞાન પ્રત્યે યોગ્ય સમજણ પ્રાપ્ત થાય લોકોમાં જાગૃતતા આવે અને લોકોમાં પોઝિટિવ સંદેશો જાય તેવો પ્રયત્ન આ હોળી ઉત્સવ દ્વારા દેવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે🙏🙏🌹

1
2079 views