
હાજી કન્યાશાળામાં ત્રિવિધ કાર્યક્રમ એટલે કે વાર્ષિક ઉત્સવ ઇનામ વિતરણ કાર્યક્રમ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો
હાજી કન્યાશાળામાં ત્રિવિધ કાર્યક્રમ એટલે કે વાર્ષિક ઉત્સવ ઇનામ વિતરણ કાર્યક્રમ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો. જેમાં સમારોહના અધ્યક્ષ તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ એવા શ્રી દિનેશભાઈ પી મકવાણા સાહેબ તેમજ અતિથિ વિશેષ શ્રી હરદીપસિંહ યાદવ જિલ્લા ઘટક સંઘ ઉપપ્રમુખશ્રી શંકરભાઈ પઢીયાર મહામંત્રી તાલુકા ઘટક સંઘ જંબુસર, હાર્દિક ક્લાસીસ ગ્રુપ, બીપીન ભાઈ મહીડા CRC કો.ઓ., SMC અધ્યક્ષ રેણુકાબેન પઢીયાર,અન્ય સભ્યો તેમજ જંબુસર તાલુકા પ્રાથમિક ક્રેડિટ સોસાયટીના કારોબારીશ્રીઓ હાજરી આપી હતી.કાર્યક્રમને શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ મહેમાન શ્રીઓનું અભિનય ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી રાહુલકુમાર મોરી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ બાલવાટિકા, ધોરણ એક અને બે દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યા. ત્યારબાદ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં ધોરણ એક થી આઠ અને બાલવાટિકાના પ્રથમ સત્રમાં સર્વોચ્ચ ગુણ પ્રાપ્ત કરેલ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું. અને શાળાએ થી તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ જનાર બાળકો ને ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારબાદ ધોરણ ત્રણ થી છ ના બાળકોએ બાળકોએ માતા પિતાની થીમ પર પોતાની કૃતિ રજૂ કરી. શાળાની ધોરણ આઠ ની વિદ્યાર્થીની ખુશ્બુ મહિડા દ્વારા આખા વર્ષ દરમિયાન શાળામાં થતી પ્રવૃત્તિની ઝાંખી કરાવવામાં આવી ત્યારબાદ ઈનામ વિતરણ ભાગ બે શરૂ કરવામાં આવ્યો જેમાં શાળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેમકે રમત, રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા વિવિધ કાર્યક્રમોમાં બાળકોને ઇનામ આપવામાં આવ્યા. કાર્યક્રમમાં વાલીશ્રીઓ એ પણ પોતાના ભાવ પ્રતિભાવો રજૂ કર્યા હતા. શાળામાં કંઈક નવીનતા લાવવા માટે શાળાના બાળકો દ્વારા પોતાની શાળાની એક એડવર્ટાઇઝ પણ આ પ્રોગ્રામમાં રજૂ કરી જેમાં શાળા વિશે તેમજ જી શાળા એપ વિશે ખૂબ સુંદર વાત કરવામાં આવી. ગુરુ વંદનાનું મૂલ્ય સમજાવતી ધોરણ સાતની કૃતિ જેમાં એકલવ્યની ગુરુભક્તિને ગીતના માધ્યમ દ્વારા વર્ણવવામાં આવી. ત્યારબાદ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતનું લોકનૃત્ય ગરબો ,જે ગુજરાતની ઓળખ છે તે રજૂ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક જયંતિભાઈ સિંધા તેમજ મિનાજબેન પનારવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહેમાનશ્રીઓ અને દાતાશ્રીઓ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં શાળાને દાન આપવામાં આવ્યું ઓટો લાઈટ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બાળકોને 11000 રૂપિયાનો દાન આપવામાં આવ્યું સૃષ્ટિ સીરામીક કંપની દ્વારા ₹5,000 નો દાન ઇનામ વિતરણ માટે બાળકોને આપવામાં આવ્યું. તે માટે શાળાના આચાર્યશ્રી રાહુલ કુમાર મોરીએ તેમનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમજ પધારેલ વાલીશ્રીઓ, પત્રકારશ્રીઓનો પણ આભાર માન્યો હતો.