logo

દબાણ દૂર કરવા માટે બુલડોઝર ફેરવવામાં આવ્યું

નલિયા તારીખ ૧૧ અબડાસા તાલુકાના ભંગોળી વાંઢ ગામે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું........ અબડાસાના પ્રાંત અધિકારી કે.જે વાધેલા ની અધ્યક્ષતા માં અબડાસા ના ભંગોળી વાંઢ ગામે ૨ પાણીના ટાંકા અને ૨ દરગાહ ઉપરાંત પાંચ કિલોમીટરના એરિયામાં કાચા પાકા દબાણો હટાવવામાં આવ્યા. થોડા દિવસ પહેલા અબડાસા મામલતદાર દ્વારા જમીન મહેસુલ કાયદાની કલમ 61 મુજબ નોટિસ આપવામાં આવેલ જેની પૂર્તતા કરવાની તક આપવામાં આવી હતી અને તેમને સાંભળવાની પણ તક આપવામાં આવી હતી તે ઉપરાંત પુરાવા રજૂ કરવા જણાવવામાં આવેલ પણ તેઓ દ્વારા પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. તેથી નિયમ અનુસાર દરિયાઈ વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં લઈ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આજે અબડાસા ના પ્રાંત અધિકારી કે જે વાઘેલા સાથે અબડાસા મામલતદાર એમપી કતીરા તેમજ ડીવાયએસપી સાહેબ નારાયણ સરોવર ના પીએસઆઇઓ તેમજ અન્ય પોલીસ કાફલો સાથે રહ્યો હતો...... જગદીશ ઠક્કર નલિયા

4
2944 views