logo

CAA પર રોક લગાવવાની માગ કરતી અરજી પર સુનાવણી કરવા સુપ્રીમકોર્ટ તૈયાર .

નાગરિકતા સુધારા કાયદા પર રોક લગાવવાની માગ કરતી અરજી પર સુનાવણી કરવા સુપ્રીમકોર્ટ તૈયાર થઇ ગઇ છે. આ મામલે આગામી 19 માર્ચે સુનાવણી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય.ચંદ્રચૂડે આ કેસની સુનાવણી આગામી અઠવાડિયે નક્કી કરવા કહ્યું હતું.

આ અરજી ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) વતી દાખલ કરવામાં આવી હતી. તેણે આ મામલે તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી અને કહ્યું હતું કે જ્યારે એકવાર નાગરિકતા આપી દેવાશે તો તેને ક્યારેય પાછી નહીં લઈ શકાય.

1
425 views