logo

ઓલિમ્પિક માટે સ્પોર્ટ્સ સિટી બનાવવા તૈયારી:અમદાવાદના ગોધાવીની પ્રતિ વારે 2 હજારના જંત્રી દરની 300 એકર જમીન ટ્રસ્ટોએ 10 હજારના ભાવે ખરીદીસરકાર આ સહિત 700 એકર જમીન સંપાદિત કરશે ખેડૂતો સહિત અંદાજે 200 અલગ અગલ માલિકો પાસેથી જમીન લેવાઈ

ગોધાવી-મણિપુરને સ્પોર્ટસ સિટી-સ્પેશિયલ ઝોન તરીકે ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે પણ આ પહેલા ગોધાવીની જ 300 એકર જમીન આ જ હેતુ માટે એક ટ્રસ્ટે ખરીદી હોવાનું આધારભૂત સૂત્રોનું કહેવું છે. જંત્રી રેટ પ્રમાણે અહીં વારનો ભાવ બેથી અઢી હજાર છે જેની સામે 10 હજારના ભાવે જમીન ટ્રસ્ટે ખરીદી છે.આ જમીન એક જ પટ્ટામાં છે પરંતુ 200થી વધુ ખાતેદારોના નામની 300 એકર જમીન હતી હજુ બાકીની 700 એકર જમીન પણ આ ટ્રસ્ટ ખરીદશે અથવા સરકાર આ જમીનો સંપાદિત કરશે. અમદાવાદના એક મોટા બિલ્ડર ગ્રૂપે પણ અહીં જમીન ખરીદી હતી તેમણે પણ ટ્રસ્ટને જમીન વેચી દીધી છે. સરકારે અહીં એક પ્રોજેકટ માટે અગાઉ 3 હજાર વારના ભાવે જમીન સંપાદન કરી હતી તેના કરતા પણ વધુ ભાવે ટ્રસ્ટે જમીન ખરીદી છે.


0
0 views