BREAKING કાલે લોકસભા ચૂંટણી જાહેર થશે: ઇલેક્શન કમિશન કાલે બપોરે 3 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરશે, 6-7 તબક્કામાં મતદાન થવાની શક્યતા
ચૂંટણી 2024 અને રાજ્ય વિધાનસભાઓના કાર્યક્રમની ઘોષણા કરવા માટે ચૂંટણી આયોગ શનિવારે 16 માર્ચે પ્રેસ-કોન્ફરન્સ કરશે, જે બપોરે 3 વાગ્યે હશે. એને ECIના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવસ્ટ્રીમ કરવામાં આવશે.એક દિવસ પહેલાં જ બે કમિશનરની નિયુક્તિ કરવામાં આવી છે. જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુ નવા ચૂંટણી કમિશનરે શુક્રવાર 15 માર્ચે પદની જવાબદારી સંભાળી છે.પંચના ત્રણ અધિકારીએ શુક્રવારે જ ચૂંટણી કાર્યક્રમને લઈને એક બેઠકનું આયોજન કર્યું હતું.