
Breaking News / તા.૬ માર્ચે અમરેલી જિલ્લામાં વિકસિત ભારત વિકસિત ગુજરાત – નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાશે
સમગ્ર રાજ્યમાં વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના
વરદ્હસ્તે ૧૩ હજારથી વધુ સ્વસહાય જૂથની મહિલાઓને સહાયનું વિતરણ
રાજ્યમાં અંદાજે ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને રુ. ૨૫૦ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવશે
—
રાજ્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે
—
અમરેલી તા.૦૫ માર્ચ,૨૦૨૪ (મંગળવાર) સમગ્ર રાજ્યમાં તા.૬ માર્ચ, ૨૦૨૪ને બુધવારના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ૧૩ હજારથી વધુ સ્વ-સહાય જૂથની મહિલાઓને સહાયના વિતરણનો કાર્યક્રમ યોજાશે. રાજ્યમાં અંદાજે ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને રૂ. ૨૫૦ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવશે. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે, અને મુખ્યમંત્રીશ્રી પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઇ લાભાર્થીઓને સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (એનયુએલએમ) અંતર્ગત સ્વ સહાય જૂથની મહિલાઓને વિવિધ સહાયથી લાભાન્વિત કરવામાં આવશે. અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા દીઠ યોજાનાર અમરેલી જિલ્લામાં પણ વિકસિત ભારત વિકસિત ગુજરાત – નારી શક્તિ વંદના કાર્યક્રમન સુચારુ આયોજનના ભાગરુપે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં બેઠક પણ યોજવામાં આવી હતી.
Mr Rakesh Chavda
Post – AntiCrimeNewsGujarat@gmail.com